હનીટ્રેપના કિસ્સા રાજ્યમાં દિવસેને દિવસે વધી રહ્યા છે. યુવતીઓ દ્વારા યુવકોને સંબંધ બાંધી ફસાવી લેવામાં આવે છે અને પછી તેમની હાલત કફોડી કરી દેતી હોય છે. આવી જ એક ઘટના અમદાવાદમાંથી પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં યુવતીએ પોતાના સાથી સાથે મળી અને એક વેપારીને ફસાવી તેની હાલત ખરાબ કરી નાંખી હતી.
ઘટનાની વિગતો અનુસાર આંબાવાડી વિસ્તારમાં રહેતા વેપારીને એક દિવસ અચાનક એક એપ્લિકેશનમાંથી કવિતા નામની યુવતીનો મેસેજ આવ્યો. વેપારી અને યુવતી વચ્ચે વાતચીત થઈ અને મિત્રતા બંધાઈ ગઈ. જો કે આ મિત્રતા વેપારીને ખૂબ મોંઘી પડી હતી. એકબીજાના મિત્ર બન્યા બાદ વેપારીએ તેને વોટ્સએપ નંબર આપ્યો અને એક દિવસ યુવતીએ વેપારીને ઘરનું લોકેશન મોકલી અને મેસેજ કર્યો.
વેપારી પહેલીવાર તેના ઘરે ગયો અને કોફી પીને નીકળી ગયો. ત્યારબાદ તેઓ ઘણીવાર મળ્યા. જ્યારે વેપારીને યુવતી પર વિશ્વાસ આવી ગયો હતો ત્યારે એક દિવસ યુવતીએ તેને મેસેજ કરી ઘરે બોલાવ્યો. તેણે મેસેજ કર્યો તે તેનો પતિ ઘરે નથી. ત્યારબાદ વેપારી બપોરના સમયે યુવતીના ઘરે ગયો. ત્યારબાદ યુવતીએ ઘરનો દરવાજો બંધ કરી અને રુમમાં જઈ કપડા ઉતારી નાખ્યા. ત્યારબાદ આવી હાલતમાં તે વેપારીને સંબંધ બાંધવા માટે ફોર્સ કરવા લાગી. જ્યારે વેપારી પણ માની ગયો અને બંને વચ્ચે સંબંધ બંધાયા ત્યાં અચાનક એક અન્ય વ્યક્તિ ઘરમાં ઘુસી વેપારીને મારવા લાગ્યો અને ગાળો દઈ રુપિયા માંગવા લાગ્યો.
દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી વેપારી પાસેથી અઢી લાખ રૂપિયા પડાવી લીધા. ત્યારબાદ તેણે વધુ 5 લાખની માંગ કરી. ત્યારબાદ વેપારીએ પોલીસમાં ફરિયાદ કરી અને પોલીસે હનીટ્રેપનો મામલો નોંધી આરોપીઓને ઝડપી લીધા હતા.