પત્નીથી કંટાળેલા યુવકે instagram થી બે સંતાનોની માતા સાથે બનાવ્યા સંબંધ અને પછી…

છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયાનો ઉપયોગોમાં વધી ગયો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી યુવક યુવતીઓ એકબીજાના સંપર્કમાં આવે છે અને તેમની વચ્ચે મિત્રતા થાય છે. આ મિત્રતામાં ઘણી વખત છેતરપિંડી પણ થતી હોય છે. આવી જ રીતે તાજેતરમાં એક મહિલા સાથે છેતરપિંડી થઈ છે. સમગ્ર ઘટના સામે આવ્યા પછી પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી દીધી છે.

જાણવા મળતી માહિતી અનુસાર એક વર્ષ પહેલા instagram મારફતે એક મહિલા પરિણીત પુરુષના સંપર્કમાં આવી હતી. આ પુરુષ પોતાની બદલીથી કંટાળેલો હતો અને મહિલા પણ બે સંતાનોની માતા હતી. બંને વચ્ચે શરૂઆતમાં વાતચીત થઈ અને યુવકે મહિલાને જણાવ્યું કે તે તેની પત્નીથી કંટાળી ગયો છે અને ટૂંક સમયમાં જ તેને છુટાછેડા આપવાનો છે ત્યાર પછી તે મહિલા સાથે લગ્ન કરી લેશે.

શરૂઆતમાં વાતો કરીને યુવકે મહિલાને વિશ્વાસમાં લીધી અને પછી વારંવાર તેને મળવા લાગ્યો. બંને વચ્ચે શારીરિક સંબંધો પણ થયા. જોકે આ વાતને એક વર્ષ વીતી જતા મહિલાએ પુરુષને લગ્ન કરવા માટે કહ્યું. ત્યારે યુવકે મહિલાને કહી દીધું કે તેની સાથે તેને લગ્ન કરવા નથી અને પીડિતાને તરછોડી દીધી.

ત્યારબાદ મહિલાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. 28 વર્ષીય મહિલા ના પહેલા લગ્ન થઈ ચૂક્યા હતા અને તેને બે સંતાનો પણ હતા. તેણે પોલીસને જણાવ્યું કે તેણે મૈત્રી કરાર કરીને તેને એક ભાડાનું ફ્લેટ પણ લઈ દીધો હતો પરંતુ લગ્નની વાત આવે એટલે તે ફરી જતો.

મહિલા તેનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરે તો યુવક ફિનાઇલ પીને આત્મહત્યા કરી લેવાની ધમકી આપવા લાગ્યો. છેલ્લે તેણે મહિલાને લગ્ન કરવા જ નથી તેવી વાત સ્પષ્ટ રીતે કહી દીધી અને બળજબરીથી તેની સાથે સંબંધ બાંધ્યા. ત્યાર પછી મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી.

Leave a Comment