સોશિયલ મીડિયા પર અનેક વિડીયો વાયરલ થતા હોય છે. પરંતુ તેમાંથી કેટલાક વિડીયો એવા હોય છે જેને જોઈને આપણો હાથ પણ ધ્રુજી જાય. આવું જ એક ખતરનાક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ ભરેલો ટ્રક ખીણમાં પડતો જોવા મળે છે.
સોશિયલ મીડિયા યુઝરે આ વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં એક ટ્રક પર્વતીય વિસ્તારના દુર્ગમ રસ્તા પરથી પસાર થઈ રહ્યો છે. ટ્રક જેમ આગળ વધે છે તેમ રસ્તો સાંકડો થતો જાય છે. એકદમ પાતળા રસ્તા પરથી ટ્રક ને પસાર થવું પડે છે. આ ઘટના પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મુસફરાબાદની હોવાનું પણ સામે આવ્યું છે.
આ વિડીયો 30 સેકન્ડનો છે અને તેમાં ટ્રકને ખીણમાં પડતો જોઈ શકાય છે. આ વીડિયોમાં લોકોની બૂમાબૂમ સંભળાય છે. રસ્તો એકદમ સાંકડો હોવા છતાં પણ ટ્રકનો ડ્રાઇવર રસ્તા પરથી પસાર થવાનો પ્રયત્ન કરે છે અને એક ભૂલ ના કારણે તો પોતાનું બેલેન્સ ગુમાવી દે છે. આ સાથે જ ટ્રક ખીણમાં પડી જાય છે.
આ વિડીયો સેટ થયા બાદ વાયરલ થયો છે અને અત્યાર સુધીમાં હજારો લોકોએ તેને જોયો છે. આ વીડિયોની કોમેન્ટમાં કોઈ એવું પણ પૂછ્યું છે કે ટ્રક ડ્રાઈવર નું શું થયું. તેનો જવાબ એવો આપવામાં આવ્યો હતો કે ટ્રક ડ્રાઇવર સમયસર ટ્રકમાંથી કૂદી ગયો અને તે સુરક્ષિત બચી ગયો..
જોકે રાહતની વાત તો એ હતી કે ખીણમાં પડ્યા પછી પણ વિસ્ફોટ થયો નહીં. જો ટ્રકમાં વિસ્ફોટ થાત તો મોટી જાનહાની અને દુર્ઘટના સર્જાઈ હોત.