અમદાવાદ ખાતે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ ખુલ્લો મુકવામાં આવ્યો છે. અહીં દરેક જગ્યામાં ખાસ સંદેશ આપવામાં આવ્યો છે. માણસના જીવનમાં પ્રકૃતિથી લઈને વિજ્ઞાન સુધી બધું જ મહત્વનું છે. આ વાતને ઉદાહરણ દ્વારા પ્રમુખસ્વામી નગરમાં સમજાવવામાં આવી છે. આ સાથે જ અહીં દિલ્હીના અક્ષરધામ જેવી જ પ્રતિકૃતિ પણ બનાવવામાં આવી છે.
મંદિરની આજુબાજુ નાના નાના સરોવર છે અને તેમાં વિશાળ પાન બનાવેલા છે. પ્રથમ દ્રષ્ટિએ આપા અને પ્લાસ્ટિકના બનેલા હોય તેવું લાગે. કારણકે તેના ઉપર પ્રમુખસ્વામી ની તસ્વીર મૂકવામાં આવી છે જે પાણીમાં તરી રહી છે. પરંતુ આ પાન પ્લાસ્ટિકના નહીં પરંતુ સાચા છે અને તેને એમેઝોનના જંગલમાંથી મંગાવવામાં આવ્યા છે.
આ કમળના પાન છે. કમળની આ પ્રજાતિ સૌથી મોટી પ્રજાતિ છે અને તેને વિક્ટોરિયા એમેઝોનિકા કહેવાય છે. આ કમળ amazon ના જંગલમાં ઉગે છે અને તેને પ્રમુખસ્વામી નગરમાં રાખવામાં આવ્યા છે. આ પાન અને તેના પર તરતી પ્રતિમા લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની છે.
આ પાનની ખાસ વાત એ છે કે પાન ખૂબ જ વિશાળ હોય છે અને તેના કદ કરતાં વધારે વજન તે ઉપાડી શકે છે. આ એક પાન 30 થી 40 કિલો નું વજન ઊંચકી શકે છે. સંધ્યા સમયે એક પાન ઉપર ભગવાન સ્વામિનારાયણની પ્રતિમા મૂકવામાં આવી હતી આ દ્રશ્યો જોઈને લોકો પણ અભિભૂત થઈ ગયા હતા.
કમળની આ પ્રજાતિના પાન 10 ફૂટના ઘેરાવા સુધીના હોઈ શકે છે. આભાર પાણીની સપાટી ઉપર તરતા રહે છે અને તેની દાંડી પાણીમાં ડૂબેલી રહે છે. તેની દાંડી 26 ફૂટ સુધી વિસ્તરી શકે છે. આ પણ એટલા વિશાળ અને મોટા હોય છે કે તેની નીચે એનાકોન્ડા જેવા સાપ પણ વસવાટ કરી શકે છે. આ પણ એમેઝોન નદીના છીછરા પાણીમાં ઉગે છે. આ કમળને ખીલતા બે દિવસનો સમય લાગે છે અને ફૂલ 26 ઇંચ નો વ્યાસ ધરાવે છે.