કર્ણાટકના રામનગર જિલ્લામાં કાચગુલ મઠમાં દિવાળીના તહેવાર દરમિયાન જ એક પૂજારીનું મૃતદેહ મંદિરમાં લટકતી હાલતમાં મળી આવ્યો. તહેવારોના આ સમયમાં આવી ઘટના બનતા અફરાતફરી સર્જાઇ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસને ઘટના સ્થળે બોલાવી લેવામાં આવી અને પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં પૂજાના રૂમમાંથી બે પાનાની સુસાઇડ નોટ મળી આવી હતી.
સુસાઇડ નોટમાં ચોકાવનારા ખુલાસા કરવામાં આવ્યા હતા. આ અંગે મળતી માહિતી અનુસાર મંદિરના પૂજારી રોજ 4:00 વાગ્યે પૂજા માટે જાગતા હતા. દિવાળીના દિવસે પણ તેઓ સવારે છ વાગ્યે જાગી ગયા પણ રૂમનો દરવાજો મોડે સુધી ખુલ્યો નહીં. મંદિરના અન્ય કર્મચારીઓને શંકા ગઈ તો તેમણે સ્વામીને જગાડવા માટે દરવાજો ખખડાવ્યો પણ અંદરથી કોઈ પ્રતિ ઉત્તર ન મળ્યો.
તેમને રૂમની બારી ખોલીને જોયું તો રૂમમાં સ્વામીનું મૃતદેહ પંખા સાથે લટકી રહ્યો હતો. તેમણે તુરંત જ પોલીસને આ અંગે જાણકારી અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી. રૂમમાં તપાસ કરતા પોલીસને બે પાનાની સુસાઇડ નોટ પણ મળી આવી.
સુસાઇડ નોટમાં સ્વામીએ જે લોકો ઉપર આક્ષેપ કર્યો હતો તે લોકોની પોલીસે પૂછપરછ શરૂ કરી. કાયદાકીય કાર્યવાહી પૂરી કરીને સોમવારના રોજ સ્વામીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.
આ અંગે પોલીસનું કહેવું છે કે સ્વામીએ કેટલાક વ્યક્તિઓના દબાણમાં આવીને આ પગલું ભર્યું છે. સુસાઇડ નોટમાં જે પણ લોકોના નામ લખેલા છે તેમની સાથે સ્વામી સતત સંપર્કમાં રહેતા હતા અને પોલીસે તેમની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી છે.