પોતાની દીકરીના લગ્ન માટે ભેગા કરેલ લાખો રૂપિયા ચોરી જતા જ પરિવારની હાલત થઈ ખરાબ…

ગુજરાતમાં અત્યારે લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને ચોરીના બનાવો પણ દર બે દિવસે આપણને સાંભળવા મળતા હોય છે આમ એક સૂત્રમાં જાણવા મળ્યું હતું કે કડી શહેરમાં આવેલ એક ઘરમાં ચોરીનો બનાવ બન્યો હતો અને આમ લોકોમાં અત્યંત ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું અને ત્યારબાદ બીજો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો.

કડી શહેરની સિવિલ કોર્ટ સામે મકાનની અંદરથી લાખો રૂપિયા અને સોના-ચાંદીના દાગીના લઈ તસ્કરો નાસી છૂટ્યા હતા. પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. હાલમાં દંતાણી વાસમાં રહેતા દશરથ પટણી જેઓ ફળનો ધંધો કરે છે અને પોતાના પરિવારનું ગુજરાત ચલાવી રહ્યા છે. પરિવાર લગ્ન માટે અમદાવાદ ગયો હતો અને સવારે તેમના પાડોશીઓએ તેમના ઘરનું તાળું તૂટેલું હોવાનું જણાવ્યું હતું.

પડોશીઓએ પરિવારને જાણ કરતાં દશરથભાઈના પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.ઘરમાં જઈને તપાસ કરતાં લોખંડના કબાટ અને તિજોરીમાં રાખેલા લાખો રૂપિયા અને સોના-ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાનું જણાયું હતું. તેમાં 2 લાખ 50 હજાર અને 48 હજારની કિંમતના સોના-ચાંદીના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા.

આમ જ્યારે દશરથભાઈ પટણીએ થોડા મહિના પછી તેમની પુત્રીના લગ્ન માટે પૈસા જમા કરાવ્યા અને સોના-ચાંદીના દાગીના પણ ખરીદ્યા. પરંતુ તસ્કરો પોતાના જ ઘરમાંથી ભાગી જતાં પરિવારજનોમાં આક્રંદ શરૂ થયો હતો. કડક પોલીસને જાણ કરાતાં કડક પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Comment