દેશમાં રોજ એવી ઘટનાઓ બનતી હોય છે કે જેના વિશે સાંભળીને આશ્ચર્ય થઈ જાય. આવી જે ઘટના બિહારના મોતીહારી માંથી સામે આવી છે. અહીં એક યુવક અને યુવતી જે પ્રેમ સંબંધમાં હતા તેમની સાથે એવી ઘટના બની કે જેના વિશે તમે આજ સુધી નહીં સાંભળ્યું હોય.
યુવક યુક્તિ લગ્ન કરે તે વાત પરિવારને મંજૂર ન હતી તેથી તેઓ પરિવારની જાણ બહાર એકબીજાને મળતા હતા. યુવકનું નામ પવન હતું અને એક દિવસ તે પોતાની પ્રેમિકાને મળવા માટે તેના ઘરે પહોંચ્યો હતો. આ બાબતની જાણ પાડોશીઓએ યુવતીના માતા પિતાને કરી દીધી. બધા જ લોકો એકત્ર થઈ ગયા અને યુવકને ઘરની બહાર લઈ આવીને ખૂબ જ માર માર્યો.
ત્યાર પછી ગામની પંચાયતમાં બંનેને હાજર કરવામાં આવ્યા તો બંનેએ જણાવ્યું કે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે અને એકબીજા સાથે જ લગ્ન કરવા ઈચ્છે છે. ક્યારે ગ્રામજનો એ પણ પરિવારજનોને સમજાવ્યા અને યુવતીના લગ્ન અંતે તે જ યુંવક સાથે કરાવી દેવામાં આવ્યા.
હવે આ ઘટના સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે જે યુવકને પરિવારે પહેલા ખૂબ જ માર માર્યો તેની સાથે જ સવારે દીકરીના લગ્ન કરાવી યુવકને જમાઈ બનાવી લીધો.