બસ ડ્રાઈવરે બાઈકને મારી ટક્કર, બાઈક પર સવાર દાદા અને માતા બચી ગઈ પણ 5 વર્ષની બાળકીએ ગુમાવ્યો જીવ

ભરુચના દહેજ રોડ પર એક અકસ્માત બાદ કરુણ દ્રશ્યો સર્જાયા હતા. કારણ હતું અહીં થયેલો એક અકસ્માત. અહીં એક અકસ્માતમાં 5 વર્ષની બાળકીનું કમકમાટી ભર્યું મોત થયું. 5 વર્ષની બાળકીને તેના દાદા બાઈક પર લઈને જઈ રહ્યા હતા તે સમયે એક બસે બાઈકને અડફેટે લીધી હતી.

આ અડફેટમાં બાઈક સવાર દાદા અને માતાને ગંભીર ઈજાઓ થઈ પરંતુ 5 વર્ષની નાની બાળકીએ રસ્તા પર જ દમ તોડી દીધો.

સ્થાનિક સોસાયટીમાં રહેતા એક પરિવારના સભ્યો બાઈક પર જઈ રહ્યા હતા. બાઈક પર સવાર દાદા પોતાની પુત્રવધુ અને પૌત્રીને સ્કુલે મુકવા જતા હતા. તે દરમિયાન મઢુલી સર્કલ ખાતે એક ખાનગી બસના ચાલકે બાઈકને ટક્કર મારી હતી. બસની ટક્કર વાગતા દાદા અને માતા તેમજ બાળકી રસ્તા પર ફંગોળાઈ ગયા. બાળકી રોડ પર પટકાતા તેનું મોત ત્યાંને ત્યાં થઈ ગયું.

જ્યારે દાદા અને માતાને ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત બાદ રસ્તા પર લોકો એકત્ર થઈ ગયા અને પોલીસને પણ જાણ કરવામાં આવી. સ્થાનિકો એ દાદા અને બાળકીને માતાને હોસ્પિટલ ખસેડી તેના પરિવારને જાણ કરી. આ ઘટનામાં નાની બાળકીનું મોત થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. પોલીસે આ મામલે બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી અને બસને જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Comment