અમદાવાદ ખાતે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણી થઈ રહી છે અને અહીં છેલ્લા ઘણા મહિનાઓથી અને હરિભક્તો સેવા કરી રહ્યા છે. પ્રમુખસ્વામીની 35 વર્ષ સુધી જેણે સેવા કરી તેવા નારાયણ ચરણદાસજીએ એક મુલાકાત દરમિયાન તેમની સાથે થયેલા કેટલાક ચમત્કારિક અનુભવોનું વર્ણન કર્યું હતું.
તેમણે કહ્યું હતું કે પ્રમુખસ્વામી કરુણાના સાગર હતા. તેમને એક વખત જે ચમત્કાર જોયો તેનું વર્ણન તેમણે કર્યું હતું. તેણે જણાવ્યું હતું કે બાપાએ એક બીમાર નોકરના આખા શરીર પર હાથ ફેરવ્યો અને ચમત્કાર થઈ ગયો હતો.
સુરતની પાસે સાકરી નામનું ગામ આવેલું છે ત્યાં લલ્લુભાઈ કરીને એક નોકર રહેતા હતા. તેઓ ઘરની સાફ-સફાઈ કરતા. જ્યારે પણ સોમાભાઈ સ્વામીના દર્શન કરવા આવતા ત્યારે સાથે લલ્લુભાઈ પણ જોવા મળતા પરંતુ એક વખત લલ્લુભાઈ આવ્યા નહીં એટલે સ્વામીએ કોઠારી સંતને પૂછ્યું કે લલ્લુભાઈ કેમ દેખાતા નથી ?
સ્વામીએ જણાવ્યું કે તેઓ બીમાર છે અને આવી શકે તેમ નથી. પ્રમુખસ્વામી એ તુરંત જ કહ્યું કે આપણે તેના ખબર પૂછવા જવું જોઈએ. આ વાત સાંભળીને સૌથી પહેલા તો આશ્ચર્ય લાગી કે કોઈ મહાન ધર્મ ગુરુ નાના એવા નોકરની તબિયત પૂછવા જાય ?
પ્રમુખસ્વામી જવાના હતા તેથી તેને ખબર પહોંચાડવામાં આવ્યા અને તેમને નવડાવી ધોવડાવી તૈયાર કરવામાં આવ્યા. પ્રમુખસ્વામી ત્યાં પહોંચ્યા એટલે લલ્લુભાઈના આખા શરીરે હાથ ફેરવીને પૂછ્યું કે લલ્લુ તને કેમ છે ? ભગવાનમાં શ્રદ્ધા રાખજે અમે પ્રાર્થના કરશો કે તને જલ્દી સારું થઈ જાય.
આમ કહેતા કહેતા પ્રમુખસ્વામી એ ફરી તેના શરીર પર હાથ ફેરવ્યો અને તેને હાર પહેરાવ્યો. સામાન્ય રીતે કોઈ નોકર બીમાર પડે તો તેને અડવાનું પણ લોકો ટાડે છે પરંતુ પ્રમુખસ્વામીમાં એવી કરુણા હતી કે એ દ્રશ્ય આજે પણ ભૂલી શકાય તેવું ન હતું.
ત્યાર પછી સ્વામીએ આદેશ કર્યો કે જ્યાં સુધી તેને સારું ન થાય ત્યાં સુધી રોજ તેને જમવાનું અને બીજી બધું વસ્તુનું પૂછી લેવું અને કોઈ પણ તકલીફ હોય તો તેનું ધ્યાન રાખવું થોડા જ દિવસમાં તેની તબિયત એકદમ સારી થઈ ગઈ.