ગુજરાતમાં લોકસાહિત્ય અને સંગીત ક્ષેત્રે નવો સમય શરૂ થયો છે. ઘણા ગુજરાતી કલાકારો વિદેશમાં પણ ધૂમ મચાવી રહ્યા છે. તેઓ પોતાની કલાથી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં આપણી સંસ્કૃતિ નો પ્રચાર કરી રહ્યા છે. ગુજરાતી લોક કલાકારો ની વિદેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે.
આવા જ એક યુવક સંગીતકાર છે બીરજુ બારોટ. તેઓ નાની ઉંમરથી જ રાગધારી પરંપરાને જાળવી રાખીને તેને આગળ વધારી રહ્યા છે. બીરજુ બારોટ નો જન્મ ઝાલાવાડ માં થયો છે. 8 ઓક્ટોબર 1990 ના રોજ તેનો જન્મ થયો છે.
નાનપણથી જ તેને સંગીત સાથે ખૂબ જ જૂનો નાતો છે. તેને સંગીતમાં રુચિ હોવાથી તેને આ ક્ષેત્રમાં આગળ વધવાનું નક્કી કર્યું અને તેને ભીખાભાઈ બારોટ પાસેથી સંગીત ક્ષેત્રની પ્રેરણા મેળવી.
બીરજુ બારોટ આજે સફળ કલાકાર છે પરંતુ વર્ષો સુધી તેમણે સંઘર્ષ કર્યો છે. તેમનો પરિવાર પણ સંગીત ક્ષેત્ર જોડાયેલો છે તે સ્કૂલમાં જતા ત્યારથી જ ભજન ગાતા હતા.
સૈયર મોરી રે લોકગીત થી બીરજુ બારોટને ખૂબ જ લોક ચાહના મળી. તેમને સૌથી પહેલા બાપુના સાનિધ્યમાં આશ્રમમાં એક પ્રોગ્રામ કરવાની તક મળી હતી. આ તક મેળવવા સુધી તેમણે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો.
બીજુ બારોટ માતા મોગલ માં પણ ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે. આજે તેમની સફળતાનો શ્રેય કે પોતાના માતા પિતા અને સાધુ સંતોના આશીર્વાદને આપે છે સાથે જ તેઓ માને છે કે માતા મોગલના આશીર્વાદથી જ આજે તેઓ સફળ થયા છે.
બીરજુ બારોટને તેના પહેલા પુરસ્કાર તરીકે અઢીસો રૂપિયા મળ્યા હતા. તેમના શોખ ની વાત કરીએ તો તેમને ભોજનમાં કાઠીયાવાડી ભોજન પસંદ છે. તેમના પરિવારના બધા જ લોકો માતા મોગલ માં ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે.