બાળક જ્યાં સુધી નાનું હોય ત્યાં સુધી માતા-પિતા સતત તેમની કાળજી રાખે છે બાળક ઘરની બહાર જાય તો પણ જ્યાં સુધી તે પરત ન આવે ત્યાં સુધી માતા-પિતા રાહ જોતા હોય છે. આવી સ્થિતિમાં ઘણી વખત ચોંકાવનારી ઘટનાઓ પણ બનતી હોય છે આવી જ એક ઘટના તાજેતરમાં જ કેવડિયા ખાતે નોંધાઈ. કેવડીયા ના એકતાનગર વિસ્તારમાંથી બે અજાણ્યા બાળકો મળી આવ્યા જેની ઉંમર 12 અને 10 વર્ષની હતી.
સ્થાનિક રહેવાસીઓને બંને બાળકો એકલા જણાયા અને ખબર પણ પડી ગઈ કે આ બંને બાળકો અહીંના નથી. સ્થાનિકોએ આ વાત તુરંત જ પોલીસને જણાવી અને પોલીસ બંનેને પોતાની સાથે લઈ ગઈ અને પછી પૂછપરછ શરૂ કરી. બાળકોની ઉંમર નાની હતી તેથી તે પોલીસને જોઈને ગભરાઈ ગયા તેથી થોડી વાર તો કંઈ ન કહ્યું ત્યાર પછી પોલીસે વારંવાર પૂછ્યું તો દસ વર્ષના બાળકે સત્ય હકીકત જણાવી
બાળકે જણાવ્યું કે તે અને તેનો મિત્ર દિલ્હીથી આવ્યા છે. તેને જણાવ્યું હતું કે તેની માતા તેને ભીખ માંગવા મોકલતી હતી અને ભીખ માંગવું તેને ગમતું ન હતું તેથી તે તેના મિત્રની સાથે ઘરેથી ભાગી ગયો અને કોઈને કહ્યા વિના જ દિલ્હીથી ટ્રેનમાં બેસી કેવડીયા પહોંચી ગયા.
ત્યારબાદ પોલીસને તેણે પોતાના પિતાનો નંબર આપ્યો અને પોલીસે તેના પિતાને જાણ કરી અને બાળકોને ફરીથી 1200 km દૂર દિલ્હી મોકલવામાં આવ્યા. માતા-પિતા પણ બાળકો મળી જતા આનંદની લાગણી અનુભવતા હતા.