બે મિત્રો મળીને 300 જેટલા કૂતરાને કરાવે છે ભોજન, આ મિત્રોની કહાની છે પ્રેરણાદાયી

એક વ્યક્તિ બીજા વ્યક્તિની તો મદદ ઘણી વાર કરે છે. પરંતુ ખૂબ ઓછા લોકો એવા હોય છે જે રસ્તે રજડતા અબોલ પશુઓની સેવા કરે. આવા જ બે વ્યક્તિ છે ડીસાના બે મિત્ર. આ બે મિત્રો રસ્તે રજડતા કૂતરાઓને ખવડાવવાની સેવા કરે છે.

ડીસાના આ બે વેપારી મિત્રો અત્યાર સુધીમાં રોજ 300 જેટલા કૂતરાઓને ભોજન કરાવે છે. તેમણે આશીર્વાદ લોકડાઉન સમયથી શરૂ કરી હતી. લોકડાઉન હતું તે સમયે કુતરાઓને ખાવા પીવાની તકલીફ પડતી તેથી આપણને કુતરાઓને ખવડાવવા માટે નીકળતા.

સહદેવ ભાઈ અને રાજુભાઈ બંને મળીને કૂતરાઓને ખીર ખવડાવવાનું કામ કરે છે. તેઓ ખીર બનાવીને ગાડીમાં લઈને નીકળે છે અને કુતરાઓને વિવિધ વિસ્તારમાં ખીર ખવડાવે છે. લોકડાઉન દરમિયાન શરૂ થયેલી સેવા આજે પણ અવિરત ચાલી રહી છે.

Leave a Comment