રાજ્યમાં અનેક પાવન મંદિરો અને ધાર્મિક સ્થળો આવેલા છે. તેમાંથી કેટલાક સ્થાન પર પૂજા-અર્ચના કરવાથી ભક્તો ધન્ય થઈ જતા હોય છે. કારણ કે અહીં પ્રભુનો સાક્ષાત્કાર થાય છે. આવું જ એક સ્થાન ખંભાત રાણા ચકલા ખાતે આવેલું છે. આ મંદિર શ્રી સ્વામિનારાયણનું મંદિર છે. અહીં વિવિધ હિંડોળામાં ભગવાન બિરાજે છે.
અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે જેઓ ઈશ્વર પર શ્રદ્ધા રાખતા હોય. રાજપરા હરિકૃષ્ણ મહારાજનો મહિમા અનોખો છે. અહીં 75 વર્ષોથી મંદિર આવેલું છે. મંદિર જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજનું છે. અહીંનો એક ચમત્કાર પણ પ્રખ્યાત છે જેનો વીડિયો વાયરલ થયો છે.
અહીં બિરાજમાન મૂર્તિના હાથમાં કોઈએ સ્માર્ટ વોચ પહેરાવી હતી. આ વોચની ખાસિયત એ હતી કે તેમાં હાર્ટ બીટ એટલે કે હૃદયના ધબકારા સંભળાતા હતા. જ્યારે આ ઘડિયાળ મૂર્તિના હાથમાં હતી તો તેમાં ધબકારા શરુ થઈ ગયા.
આ ચમત્કારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. લોકો તેને હરીકૃષ્ણ મહારાજનો ચમત્કાર ગણાવી રહ્યા છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે અને અહીં મહારાજની અદ્ભુત શક્તિનો અનુભવ કરે છે.