ભગવા રંગનો વિવાદ પહોંચ્યો જુનાગઢ, ઇન્દ્રભારતી બાપુએ કહ્યું ભગવો રંગ અસલીલતા માટે નથી

શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ ની આગામી ફિલ્મ પઠાણ રિલીઝ થાય તે પહેલા જ વિવાદમાં આવી છે. થોડા સમય પહેલા જ ફિલ્મ નું ગીત બેશરમ રંગ રિલીઝ થયું હતું. આ ગીત રિલીઝ થયાની સાથે જ ભારે વિવાદ શરૂ થયો છે. કારણ કે આ ગીતમાં દીપિકા પાદુકોણે ભગવાન રંગની બિકની પહેરી છે અને અશ્લીલ હરકતો કરી છે. ભગવા રંગની બીકની પહેરીને શાહરુખ ખાન સાથે અશ્લીલ હરકતો કરવાની લઈને સોશિયલ મીડિયા પર આ ફિલ્મને બોયકોટ કરવાની માંગ ઉઠી છે.

આ વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. આ ફિલ્મમાં જોન અબ્રાહમ પણ છે. ફિલ્મ 25 જાન્યુઆરી 2023 ના રોજ થિયેટરમાં રિલીઝ થવાની છે. તેવામાં દીપિકાના ગીત ના કારણે સમગ્ર દેશમાં ફિલ્મનો વિરોધ થઈ રહ્યો છે. વિવાદ વધવાની સાથે હવે સાધુ સમાજ પણ મેદાને આવ્યો છે.. જૂનાગઢના ઇન્દ્રભારતી બાપુએ પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે.

ઇન્દ્રભારતી બાપુએ કહ્યું છે કે અભિનેત્રીએ ભગવાનના કપડા પહેરીને અશ્લીલ હરકતો કરી હિન્દુ ધર્મને ઠેસ પહોંચાડી છે. તેમણે ગુજરાત સરકાર મહારાષ્ટ્ર સરકાર અને દિલ્હી સરકારને સાધુ સમાજ વતી અપીલ કરી છે કે આ ફિલ્મની રિલીઝ પર રોક મુકવામાં આવે. તેમણે કહ્યું છે કે આ પ્રકારની ફિલ્મો આપણી સંસ્કૃતિ ધર્મ અને બાળકોના માનસ ઉપર નુકસાનકારક અસર કરે છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે ભગવો રંગ પહેરીને અસલીતા કરવી યોગ્ય નથી. સાથે જ તેમને કહ્યું છે કે આ ફિલ્મ રિલીઝ થવી ન જોઈએ અને ફિલ્મ જો રિલીઝ થાય તો તેમાંથી આવા દ્રશ્યો દૂર કરી દેવા જોઈએ. આ સાથે જ ઇન્દ્ર ભારતી બાપુ નો વિડીયો પણ સામે આવ્યો છે.

Leave a Comment