ભરૂચમાં આવેલો છે અંબા માનો દરબાર, આ રીતે માતાજી આપે છે મંદિરમાં પોતાના હોવાની ખાતરી

ગુજરાત ભરમાં અનેક પવિત્ર અને ચમત્કારિક મંદિરો આવેલા છે. આ મંદિરોમાં ભક્તોને ઈશ્વર સાક્ષાત હોય તેવી અનુભૂતિ થાય છે. આવું જ એક મંદિર ભરૂચમાં પણ આવેલું છે. ભરૂચમાં માતા અંબાનું એક વિશેષ મંદિર આવેલું છે. આ મંદિરમાં માતા અંબા સાક્ષાત બિરાજે છે.

માં અંબાનું આ મંદિર ખૂબ જ પ્રાચીન છે. આ મંદિર નું મહત્વ પણ વિશેષ છે. અહીં માતાજીની પૂજા વિધિ પણ વિશેષ રીતે કરવામાં આવે છે. જ્યારે આ પૂજા વિધિ થાય છે ત્યારે માતાજી પોતે મંદિરમાં હોવાની સાક્ષી પણ પૂરે છે. અહીં દર્શન કરવા આવવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે.

નવરાત્રી દરમિયાન અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. મંદિરની અંદર વિષય યંત્ર પણ આવેલું છે જેનું મહિમા અપરંપાર છે. માન્યતા છે કે આ યંત્રમાંથી પાણી નીકળે છે. સાથે જ અહીં દર્શન કરીને જે પણ મનોકામના વ્યક્ત કરવામાં આવે છે તે પૂરી થાય છે.

ગુજરાત ભરમાંથી લોકો અહીં દર્શન કરવા આવે છે. ભક્તો અહીં દુઃખી મનથી આવે છે પણ જાય છે ત્યારે ચિંતા મુક્ત થઈ જાય છે. ભરૂચમાં આવેલું મા અંબાનું આ મંદિર સાત દાયકાથી વધુ જૂનું છે. અહીં આવનાર ભક્તોને અનેક વખત માતાના સાક્ષાત્કારની અનુભૂતિ થઈ છે.

Leave a Comment