ભાઈ ભાભીને સંતાન ન હતું તો બહેને સંતાનને જન્મ આપી ભાઈ ભાભીને આપ્યું માતા-પિતા બનવાનું સુખ

ભાઈ બહેન નો સંબંધ અનોખો હોય છે. નાના હોય ત્યારે ભાઈ અને બહેન વચ્ચે ઝઘડા પણ ખૂબ થાય છે અને મોટા થઈ જાય પછી ભાઈ બહેનના પ્રેમને કોઈ તોડી શકતું નથી. ખાસ કરીને બહેન પોતાના ભાઈને દુઃખી જોઈ શકતી નથી. આવા જ એક ભાઈ બહેન ની ચર્ચા સોશિયલ મીડિયા પર જોરથી થઈ રહી છે. લોકો આ બહેનના વખાણ કરી રહ્યા છે કારણ કે તેણે પોતાના ભાઈના જીવનનું સૌથી મોટું દુઃખ દૂર કર્યું છે.

ચેતનપત્તિને અહીં વાત થઈ રહી છે તેનું નામ સાગર અને ઋત્વી છે. બંનેના લગ્નને ઘણા વર્ષો થઈ ગયા પરંતુ તેમને સંતાન થતું ન હતું. સંતાન ન હોવાથી ભાભી અને ભાઈ ખૂબ જ દુઃખી હતા.

સાગરની બહેન સલોનીથી આ વાત જોવાય નહીં અને તેણે નક્કી કર્યું કે ભાઈ ભાભી ને સંતાન સુખ પોતે આપશે. સલોની ને એક સંતાન હતું અને તેણે ભાઈ ભાભી માટે બીજા સંતાનને જન્મ આપ્યો અને પછી ભાઈ ભાભી એ તે સંતાનને દત્તક લીધું.

સલોનીએ સૌથી પહેલા આ વાત પોતાના પતિ અને સાસુ-સસરાને જણાવી તો બધાએ ખુશીથી સહમતિ આપી ત્યાર પછી સલોની ના ઘરે દીકરી નો જન્મ થયો અને ત્યાર પછી તેના ભાઈ ભાભી એ આ દીકરીને દત્તક લીધી. સલોનીનું કહેવું હતું.

કે જ્યારે તેને દીકરીને જન્મ આપીને તેના ભાભીના હાથમાં બાળકીને સોંપી તો તેની ભાભીના આંખમાંથી આ શું શરી પડયા કારણ કે વર્ષોથી તે સંતાન માટે ઝંખી રહ્યા હતા. દીકરીનો જન્મ પછી તેના ભાઈને પ્રમોશન મળતા તેઓ આફ્રિકા સેટલ થઈ ગયા અને બાળકીને પણ પોતાની સાથે લઈ ગયા.

Leave a Comment