ભાવનગરની જાનવી મહેતાએ નેશનલ ગેમ્સમાં મેડલ જીતીને દેશભરમાં વગાડ્યો સૌરાષ્ટ્રનો ડંકો

દેશની ઘણી દીકરીઓ પોતાના પરિવારનું અને રાજ્યનું નામ રોશન કરી રહી છે. ઘણી દીકરીઓ પોતાની મહેનતથી પોતાના સપનાને પૂરા કરવા માટે દિવસ રાત એક કરી રહી છે. આ તમામ દીકરીઓ માટે પ્રેરણા બની છે ભાવનગરની જાનવી મહેતા. ભાવનગરની આ દીકરીએ ૩૬મી નેશનલ ગેમ્સમાં બ્રોન્સ મેડલ જીતીને ઇતિહાસ રચી લીધો છે.

જાનવી મહેતાએ બ્રોન્સ મેડલ જીતીને માત્ર પરિવારનું જ નહીં પરંતુ ભાવનગર જિલ્લા અને સમગ્ર ગુજરાતનું નામ દેશભરમાં રોશન કર્યું છે. ચંડી મહેતાએ અત્યાર સુધીમાં અનેક દેશ વિદેશમાં અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે અને ગોલ્ડ મેડલ સહિતના મેડલ જીત્યા છે. જાનવી મહેતા ભાવનગર શહેરનું ગૌરવ બની ગઈ છે.

મહત્વનું છે કે નેશનલ ગેમ્સમાં આ વર્ષે પહેલી વખતે યોગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતની જાનવી એ બ્રોન્સ મેડલ જીતીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. જાનવી ભાવનગરના સુભાષનગર વિસ્તારમાં રહે છે તે એક સામાન્ય પરિવારની દીકરી છે અને નાની ઉંમરમાં જ તેને મોટી સીધી હાંસલ કરી છે અને દેશભરમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે.

જાનવી એ નેશનલ ગેમ્સમાં યોગ સ્પર્ધામાં આર્ટિસ્ટિક પેરમાં ભાગ લઈને ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અહીં સુધી પહોંચવા માટે તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે પરંતુ બ્રોન્ઝ મેડલ જીતીને તેણે પોતાના માતા પિતાનું નામ રોશન કર્યું છે અને સાથે જ તેની મહેનત પણ સાર્થક થઈ છે.

બ્રોન્ઝમેટલ જીતનાર જાનવી મહેતા કહે છે કે તેના કોચ દ્વારા જે માર્ગદર્શન મળ્યું તેના કારણે તેને યોગ ક્ષેત્રે આ સિદ્ધિ હાંસલ કરી છે અને દેશભરમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે.

Leave a Comment