ભેસાણના પ્રગતિશીલ ખેડૂતે કરી ઓર્ગેનિક પદ્ધતિથી લાલ મરચીની ખેતી.. આજે કરે છે લાખો રૂપિયાની કમાણી

ભારત ખેતીપ્રધાન દેશ છે અને અહીં દરેક રાજ્યમાં મોટાભાગના લોકો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. જોકે ખેતી ક્ષેત્રે પણ હવે અવનવી અને આધુનિક પદ્ધતિઓના કારણે ઘણી પ્રગતિ થઈ છે. ઘણા પ્રગતિશીલ ખેડૂતો આધુનિક પદ્ધતિ તરફ વળીને ઓછા ખર્ચે લાખ રૂપિયાની કવાણી કરે છે.

આજે તમને એક આવા જ ખેડૂત વિશે જણાવીએ જેમણે પોતાના ચાર વિઘાની જમીનમાં લાલ મરચીની ખેતી કરી છે. આ ખેડૂતો જૂનાગઢના ભેસાણ ના રહેવાસી છે અને તેમનું નામ જીતેન્દ્રભાઈ છે. જીતેન્દ્રભાઈએ ચાર વીઘા ની જમીનમાં મરચીની ખેતી કરી છે. તેમણે ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરવાનું નક્કી કર્યું અને ખેતીમાં લાલ મરચી ઉગાડી. આ મરચી ઉગાડવા માટે એમને એક વીઘા માં અંદાજે 10,000 નો ખર્ચ થયો.

ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી થઈ હોવાના કારણે વીઘા દીઠ તેમને 30 મણ સુધીનું આવક થઈ. જેમાંથી તમને સારી એવી કમાણી થઈ. ત્યાર પછી તેમણે આ પદ્ધતિથી જ ખેતી કરવાનું શરૂ રાખ્યું અને હવે તેઓ વર્ષે લાખો રૂપિયાની આવક મેળવે છે.

તેમનામાંથી પ્રેરણા લઈને જિલ્લા ના અન્ય ખેડૂતો પણ ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે અને ઓછા ખર્ચમાં વધારે નફો મેળવી રહ્યા છે.

Leave a Comment