જ્યારે ભાગ્ય કોઈનો સાથ આપે છે તો વ્યક્તિ રંકમાંથી રાજા રાતોરાત બની જાય છે. અને જ્યારે ભાગ્ય સાથ નથી આપતું તો મોટા મોટા લોકો પણ રસ્તા ભેગા થઈ જાય છે. ઉત્તર પ્રદેશના કનોજ જિલ્લાના એક વ્યક્તિ સાથે પણ નસીબે આવો જ ખેલ ખેલ્યો. આ વ્યક્તિ મજૂરી કામ કરીને પોતાનું જીવન ગુજરાન ચલાવતું હતું તે રાતોરાત પ્રભુ પતિ બની ગયો. કારણ કે તેના ખાતામાં અચાનક જ 31 અબજ રૂપિયા જમા થઈ ગયા.
આ ઘટના છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. કનોજ જિલ્લાના કમાલપુર ગામમાં બિહારી લાલ પોતાના પરિવાર સાથે રહે છે. જીવન ગુજરાન ચલાવવા માટેની ભઠ્ઠીમાં કામ કરે છે.
એક દિવસ અચાનક તેણે સપનામાં પણ વિચાર્યા ન હતા એટલા એટલે કે 31 અબજ રૂપિયાથી વધુની રકમ તેના ખાતામાં જમા થઈ. આટલી રકમ જોઈને બેંકના અધિકારીઓ તેમજ બિહારી લાલની આંખો પણ ફાટી ગઈ. બિહારી લાલનું ખાતું bank of india માં હતું તેણે ઘરે આવીને સમગ્ર વાત જણાવી.
બિહારી લાલ ને પણ આ વાતની ખબર ત્યારે પડી જ્યારે તે બેંકની શાખામાંથી થોડા પૈસા ઉપાડવા ગયો હતો. જ્યારે બેંક અધિકારી અને બિહારી લાલ એ પોતાના ખાતામાં જે રકમ છે તેમાં આંકડો જોયો તો બધા જ આશ્ચર્યચકિત થઈ ગયા. પહેલી વખત તો કેશિયરને પણ પોતાની આંખ ઉપર વિશ્વાસ ન થયો કે ખાતામાં કેટલી મોટી રકમ છે.
તેને ફરીથી ચેક કર્યું તો જાણવા મળ્યું કે 31 જુલાઈ સુધીમાં બિહારી લાલ ના ખાતામાં 27 ટ્રીલીયન 78 કરોડ 58 લાખ 13 હજાર 894 રૂપિયા જમા થયા છે. જ્યારે બેંક સ્ટેટમેન્ટ ને એક ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યું તો ખાતામાં ચાર ટ્રીલીયન નો વધારો દેખાયો.
એટલે કે બિહારી લાલ ના ખાતામાં 31 અબજથી વધુ રૂપિયા જમા થયા છે. આટલી મોટી રકમની કલ્પના બિહારી લાલે કરી પણ ન હતી અને એટલા રૂપિયા તેના ખાતામાં આવી શકે. જોકે સમગ્ર મામલે બેંક અધિકારીઓએ તપાસ કરી તો જાણવા મળ્યું કે આ આંકડો ટેકનિકલ ખામીના કારણે નોંધાયો હતો.