મણીધર બાપુ એ જણાવ્યા માં મોગલ ને પ્રસન્ન કરવાના ઉપાય, ફક્ત આ કામ કરવાથી પણ માતા દુઃખ કરશે દૂર

સમગ્ર સંસારનું સંચાલન અલૌકિક શક્તિઓ કરે છે. આ શક્તિને આપણે ભગવાન તરીકે ઓળખીએ છીએ. ભગવાન તરીકે લોકો અલગ અલગ દેવી-દેવતામાં શ્રદ્ધા ધરાવતા હોય છે. લોકો પોતાની શ્રદ્ધા અનુસાર ભગવાનની પૂજા અર્ચના કરે છે.

પરંતુ લોકો સૌથી વધારે ભગવાનને ત્યારે યાદ કરે છે જ્યારે તે સમસ્યામાં હોય છે. કહેવાય છે ને કે દુઃખ પડે ત્યારે સૌથી પહેલા મા યાદ આવે. જ્યારે પણ સમસ્યા આવે ત્યારે લોકો ભગવાનની શરણમાં પહોંચી જાય છે.

આવા દુઃખી લોકોના દુઃખ દૂર કરનાર માતા મોગલ ના પરચા અનેક છે. દિવસે ને દિવસે માતા મોગલ ના ભક્તોમાં વધારો થતો રહે છે. કારણ કે માતા મોગલ ભક્તોના દુઃખ દૂર કરવા માટે જાણીતા છે. તે પોતાના ભક્તો ઉપર કૃપાદ્રષ્ટિ રાખે છે. તેથી જ ભક્તોને પણ માતા મોગલ ઉપર અતૂટ શ્રદ્ધા હોય છે.

માતા મોગલ ના ભક્તો દુનિયાના ખૂણે ખૂણે વસેલા છે અવસર મળે એટલે તેઓ કબરાઉ ધામ પહોંચી જાય છે. અહીં માતાની ગાદી મણિધર બાપુ સંભાળે છે. માતાના ભક્તો અહીં મણીધર બાપુના આશીર્વાદ લઈને માતાની માનતા પૂરી કરે છે.

જોકે આ મંદિરમાં કોઈપણ પ્રકારના દાન લેવામાં આવતા નથી. અહીં માત્ર અન્નનું દાન સ્વીકારવામાં આવે છે. અહીં આવનાર દરેક ભક્તોને વિનામૂલ્ય ભોજન કરાવવામાં આવે છે. માતાની કૃપાથી અહીં ક્યારેય ભોજનની ખામી સર્જાઇ નથી.

તાજેતરમાં જ મણીધર બાપુએ માતાના ભક્તોને માતાની પ્રસન્ન કરવાના ઉપાયો જણાવ્યા હતા. મણીધર બાપુ એ જણાવ્યું હતું કે માતાને પ્રસન્ન કરવા માટે ઉપવાસ કરવાની જરૂર નથી. મંગળવારના દિવસે ગરીબ બાળકોને જમાડવાથી અને જરૂરિયાત મંદને કપડાં આપવાથી પણ માતા પ્રસન્ન થાય છે.

Leave a Comment