મળો સુરેન્દ્રનગરના શ્રવણ કુમારને .. પોતાના ખર્ચે 1100 વૃદ્ધ વડીલોને કરાવી છે યાત્રા

સમાજમાં એવા કેટલાક લોકો હોય છે જેવો સમાજસેવાના એવા કામ કરતા હોય છે કે જેના કારણે તેમની ચર્ચા દેશભરમાં થાય. આવા લોકો આજે પણ હયાત છે. આજે તમને આવા જ એક યુવક વિશે જણાવીએ જે સમાજ સેવા કરે છે અને તેને સુરેન્દ્રનગરના શ્રવણ કુમાર તરીકે ઓળખવામાં આવે છે.

આ યુવકનું સાચું નામ ચંદ્રેશ છે. તે આણંદજીભાઈ ચેરીટેબલ ટ્રસ્ટ ચલાવે છે. તે જરૂરિયાત મંદને મદદ કરવાનું કામ કરે છે. કોરોનાના સમયમાં પણ તેમને લોકોને ખાવાનું તેમજ ઓક્સિજન દવાઓ જેવી મદદ કરી હતી.

સૌથી ખાસ વાત તો એ છે કે તે વૃદ્ધ વડીલોને પોતાના ખર્ચે યાત્રા કરવા મોકલે છે. અત્યાર સુધીમાં તેણે 1000 થી વધુ વડીલોને મફતમાં જાત્રા કરાવી છે. વૃદ્ધો પાસેથી તે જાત્રા માટે કોઈ પણ પ્રકારની ફી લેતો નથી. તે પોતાના ખર્ચે બસ બુક કરાવીને વડીલોને યાત્રા કરાવે છે. તાજેતરમાં જ તેણે ત્રણ બસ ભરીને 180 જેટલા વડીલોને યાત્રા પર મોકલ્યા હતા.

આ અનોખી સેવાના કારણે લોકો તેને શ્રવણ તરીકે ઓળખે છે. પોતાના માતા પિતા ને તો સૌ કોઈ યાત્રા કરાવે પરંતુ ચંદ્રેશભાઇ બધા જ વડીલો માટે દીકરાની ફરજ નિભાવી ને તેમને જાત્રા કરાવે છે. વડીલો પણ આ ઉંમરે યાત્રા કરીને ધન્યતા અનુભવે છે અને ચંદ્રેશભાઇ ને ખુબ ખુબ આશીર્વાદ આપે છે.

Leave a Comment