મહત્વનું કામ કરવા જતા હોય ત્યારે ગાયને આપો આ વસ્તુ, ચોક્કસથી કામમાં મળશે સફળતા અને મનોકામના થશે પૂર્ણ

જીવનમાં સુખ અને દુખ આવે અને જાય છે. પરંતુ દરેક વ્યક્તિ મનમાં તો એવું જ ઈચ્છે કે તેના જીવનમાં સમસ્યાઓ આવે નહીં પરંતુ જીવનનું ચક્ર અટકતું નથી અને સફળતા અને નિષ્ફળતા બંને વચ્ચે જીવન જીવવું જ પડે છે. તેવામાં આ જીવનચક્રને અટકાવી તો ન શકાય પરંતુ એવા પ્રયત્ન કરી શકાય કે જરૂરી કામમાં સફળતા મળી શકે.

આપણા શાસ્ત્રોમાં એવા ઉપાયોનું વર્ણન મળે છે જેને કરવાથી જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે. મનની કોઈ ઈચ્છા હોય અથવા તો જરૂરી કામ પૂર્ણ કરવા જતા હોય ત્યારે આ ઉપાય કરવાથી તે કાર્યમાં સફળતા મળે છે. ખાસ વાત એ છે કે આ કામ એકદમ સરળ છે.

હિંદુ ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ગાય માતામાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે. શાસ્ત્રો અનુસાર ગાયની સેવા કરવામાં આવે તો મનોકામના પૂર્તિથી લઈ સંતાન પ્રાપ્તિ સુધીની ઈચ્છાઓ પૂર્ણ થાય છે.

જ્યારે તમે આવી રીતે મહત્વનું કામ કરવા જતા હોય ત્યારે રોટલીમાં ગોળ મુકી ગાયને ખવડાવવો. તેનાથી નકારાત્મકતા દૂર થાય છે અને કાર્યમાં સફળતા મળે છે. રોટલી અને ગોળ ગાયને ખવડાવવાથી કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે.

ગાયને રોટલી અને ગોળ ખવડાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. તેનાથી કુંડળીના ખરાબ ગ્રહોનો પ્રભાવ પણ ઘટે છે. સાથે જ કાર્યમાં પણ સફળતા મળે છે.

Leave a Comment