માતા મોગલ ના પરચા અપરંપાર છે. માતા મોગલ ના ભક્તો તેમને દિલથી યાદ કરે તો પણ તેમના જીવનની તકલીફો દૂર થઈ જાય છે. આજ કારણ છે કે કબરાઉ ખાતે રોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. અહીં આવતા ભક્તોને માતાના સાક્ષાતકાર ઘણી વખત થયા છે.
અહીં આવતો ભક્તો ક્યારેય દુઃખી મનથી અને અધૂરી ઈચ્છા સાથે પરત ફર્યો નથી. ઘણા ભક્તો તો એવા હોય છે જેમના અશક્ય હોય તેવા કામ પણ માતા મોગલ ની માનતા રાખવાથી પૂરા થઈ ગયા હોય છે. આવું જ ચમત્કાર એક મહિલાના જીવનમાં થયો અને તે 51 હજાર રૂપિયા લઈને પોતાની માનતા પૂરી કરવા કબરાઉ આવી હતી.
તને 51 હજાર રૂપિયા મણીધર બાપુને આપ્યા અને કહ્યું કે માતા મોગલ એ તેની ઈચ્છા પૂરી કરી દીધી તેના જીવનમાં ખૂબ મોટું દુઃખ આવી પડ્યું હતું અને તે માતા મોગલ ની માનતા રાખવાથી દૂર થઈ ગયું. તેનું જીવન હવે સધ્ધર થઈ ગયું છે તેથી તે માતાના ચરણોમાં 51000 ચડાવવા આવી છે.
મણીધર બાપુએ ₹51,000 ની ઉપર એક રૂપિયો મૂકીને મહિલાને પરત કરી દીધા. સાથે જ મણીધર બાપુએ કહ્યું કે આ કોઈ ચમત્કાર નથી આવું એટલા માટે થયું કે તે મહિલા ને માતા પર અતૂટ વિશ્વાસ હતો અને તેથી જ માતાએ તેનું દુઃખ દૂર કરી દીધું. સાથે જ મણીધર બાપુએ કહ્યું કે આ રૂપિયા તેના પરિવારની દીકરી નણંદ અને ફઈને આપી દેવામાં આવે તેનાથી માતા મોગલ વધારે પ્રસન્ન થશે.