મહિલાની અર્થીને દીકરીઓએ આપી કાંધ, દીકરાની ફરજ નિભાવી તો ગામ લોકોની આંખમાં પણ આવી ગયા આંસુ

હવે સમાજ ઘણો આગળ વધી ગયો છે. અહીં દીકરા અને દીકરી વચ્ચે કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી. દીકરીઓ દરેક ક્ષેત્રમાં દીકરાની સમોવડી બનીને આગળ વધે છે અને પરિવારનું નામ રોશન કરે છે. હવે એક પણ કામ એવું નથી જે દીકરો કરી શકે અને દીકરી નહીં.

દીકરીઓ પણ પોતાના માતા પિતાનું માન સન્માન વધારે છે અને નામ રોશન કરે છે. તેવામાં બે દીકરીઓએ પણ પોતાના પરિવાર માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. દરેક ક્ષેત્રમાં દીકરી અને દીકરા સમાન છે પરંતુ અંતિમ સંસ્કારની વિધિ એવી છે જે સામાન્ય રીતે ઘરનો દીકરો જ કરે.

પરંતુ તેવામાં બે દીકરીઓએ પોતાના પિતાના અંતિમ સંસ્કાર કરીને સમાજ માટે ઉત્તમ ઉદાહરણ આપ્યું છે. આ ઘટના બની છે રાયબરેલીમાં. અહીં ગિરિજાશંકર વર્મા નામના વ્યક્તિનું બીમારીના કારણે મોત થયું હતું. ત્રીજો શંકરને સંતાનમાં બે દીકરીઓ જ હતી દીકરો હતો નહીં. તેથી તેમની દીકરી જેમના નામ પ્રાચી અને રુચિ છે તેમણે દીકરાની ફરજ નિભાવી.

બંને દીકરીઓને ગિરિજાશંકરે દીકરાની જેમ જ લાડકોટ થી મોટી કરી અને ભણાવી ગણાવી રહ્યા હતા. તેવામાં પિતાનું નિધન થતાં પરિવાર ઉપર શોકના વાદળ છવાઈ ગયા. ત્યારે બંને દીકરીઓએ પોતાના પિતાના અંતિમ સંસ્કાર દીકરાની જેમ જ કર્યા.

બંને દીકરીઓ એ જ પિતાની અર્થીને કાંધ આપી અને અગ્નિસંસ્કાર કર્યા હતા. જોકે આ સમય દરમિયાન તેની માતાનું પણ નિધન થયું અને દીકરીઓએ તેમના પણ અંતિમ સંસ્કાર કર્યા. દીકરીઓએ આગળ આવીને માતા-પિતાની અર્થીને કાંધ આપી અંતિમ સંસ્કાર કરીને દીકરા તરીકેની ફરજ નિભાવી અને સમાજને નવો રાહ પણ ચીંધ્યો.

Leave a Comment