કચ્છના કબરાવમાં માતા મોગલ સાક્ષાત બિરાજે છે. ભક્તોની માનેલી માનતા અહીં પૂરી થાય છે તેથી ભક્તો મોટી સંખ્યામાં અહીં દર્શન કરવા આવે છે. માતા મોગલ ના ચારધામ ગુજરાતમાં આવેલા છે પરંતુ કબરાઉ ખાતે મણીધર બાપુ સ્વયં બીરાજે છે. ભક્તો અહીં માતાના દર્શન કરે છે અને સાથે જ મણીધર બાપુના પણ આશીર્વાદ લેતા હોય છે.
માતા મોગલ એ આજ સુધી ઘણા ભક્તોના દુઃખ દૂર કર્યા છે. લગ્નના 60 વર્ષ પછી પણ ઘરે સંતાન થયું હોય તેવા દાખલા અહીં બન્યા છે. આવું થતા લોકો માતાની માનતા પૂરી કરવા પહોંચી જાય છે. આવી જ રીતે જેતપુરના રહેવાસી સુનિતાબેન પોતાની માનતા પૂરી કરવા કચ્છ આવ્યા હતા.
અહીં તેમણે મણીધર બાપુને મળીને 11 હજાર રૂપિયા આપ્યા. મણીધર બાપુએ તેને પૂછ્યું કે તે આ શેના માટે આપી રહ્યા છે. ક્યારે મહિલાએ તેને જણાવ્યું કે તેની દીકરી બોર્ડની પરીક્ષામાં પાસ થઈ જાય તે માટે માનતા રાખી હતી પરંતુ માતાના આશીર્વાદથી તે ગુજરાતમાં પહેલા નંબરે પાસ થઈ છે તેથી તે માતા મોગલ ની માનતા પૂરી કરવા આવી છે.
ક્યારે મણીધર બાપુએ કહ્યું કે માતાએ તારી માનતા 10 ગણી સ્વીકારી છે. પરંતુ આ રૂપિયા માતા મોગલ ના ચરણોમાં નહીં પણ ઘરની બહેન દીકરીઓને આપી દેવામાં આવે.