મહિલાનું એવું કામ માતાએ પૂરું કર્યું કે આણંદથી સીધી જ પહોંચી ગઈ કબરાઉ

કચ્છમાં કબરાઉ માં માતા મોગલ સાક્ષાત બિરાજે છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો રોજ દર્શન કરવા આવે છે અને માતાના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવે છે. અહીં માતાની ગાદી મણિધર બાપુ સંભાળે છે અને તેઓ ભક્તોના દુઃખ સાંભળી અને માતાજીનો સંદેશ તેમને આપે છે.

માતા મોગલ ના ચરણોમાં અનેક ભક્તો આવે છે. ફક્ત દુઃખી મન અને ચિંતા સાથે દર્શન કરવા આવે છે પણ જ્યારે તે પરત ફરે છે ત્યારે તેમની ચિંતા દૂર થઈ ગઈ હોય છે. માતાના ચરણે આવેલો કોઈ પણ ભક્ત આજ સુધી દુઃખી ગયો નથી.

ઘણા કિસ્સા તો એવા હોય છે જેમાં ભક્તોના કામ પૂરા થઈ જાય તો લોકો હજારો રૂપિયા લઈને મોગલ ધામ આવે છે પરંતુ મોગલ ધામમાં એક પણ રૂપિયો લેવામાં આવતો નથી. આવી જ રીતે માતાના ચરણોમાં દર્શન કરવા માટે આણંદ થી એક મહિલા દર્શન કરવા આવી હતી.

મહિલાનું નામ માનસી પટેલ હતું અને તેણે મણીધર બાપુને જણાવ્યું કે તેણે ધારેલું કામ માતાએ ગણતરીની કલાકોમાં પૂરા કરી દીધા. તેથી તે માતાના ચરણોમાં દર્શન કરવા આવી છે અને સાથે જ 1100 રૂપિયા ધરાવવા છે. મણીધર બાપુએ મહિલાને કહ્યું કે પૈસા તમે તમારી પાસે જ રાખો તમારી માનતા શ્રદ્ધાના કારણે માતાજી એ સ્વીકારી છે.

Leave a Comment