મહિલાનું ઓપરેશન થતા પેટમાંથી નીકળી એવી વસ્તુ કે ડોક્ટરને પણ આવી ગયા ચક્કર… જાણો શું છે મામલો

મેડિકલ ક્ષેત્રમાં અવનવી ઘટનાઓ ઘણી વખત બનતી હોય છે. તાજેતરમાં જ આવી ઘટના બનાસકાંઠાના ડીસામાંથી સામે આવી. અહીં એક મહિલાને છેલ્લા ઘણા સમયથી પેટમાં દુખાવો રહેતો હતો જ્યારે તપાસ કરાવવામાં આવી તો ખબર પડી કે તેના પિતાશયમાં પથરી છે. જેનું ઓપરેશન કરાવવું પડશે.

મહિલા ઓપરેશન માટે તૈયાર થઈ અને ડોક્ટરોએ જ્યારે ઓપરેશન કર્યું ત્યારે જે વસ્તુ પેટમાંથી નીકળી તેને જોઈને ડોક્ટર પણ ચક્કર ખાઈ ગયા. ડીસા તાલુકાના જેરડા ગામની 50 વર્ષની મહિલાને છેલ્લા ઘણા સમયથી પેટમાં દુખાવાની ફરિયાદ હતી. પરંતુ ઓપરેશન પહેલા નો દસ દિવસથી પેટમાં દુખાવો સખત વધી ગયો હતો તેના કારણે મહિલાને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી. અહીં રિપોર્ટમાં જાણવા મળ્યું કે મહિલાને પિત્તાશયમાં પથરી છે.

મહિલાની આર્થિક સ્થિતિ બરાબર ન હતી તેથી આયુષ્માન કાર્ડ અંતર્ગત ડોક્ટરોએ તેની જરૂરી સારવાર કરી આપીએ. સાથે જ તેનું ઓપરેશન કરવામાં આવ્યું તો તેના પિતાશય માંથી 765 પથરી નીકળી. ડોક્ટરોનું કહેવું છે કે કોઈના શરીરમાંથી આટલા પ્રમાણમાં પથરી નીકળે તેવી ઘટના ક્યારેય જ બનતી હોય છે.

ડોક્ટરોનું કહેવું છે કે સામાન્ય રીતે વધુમાં વધુ ૨૦ થી ૩૦ પથરી નીકળી હોય તેવી ઘટના બની છે. પરંતુ આ પહેલી વખત છે કે જેમાં 700 થી વધુ પથરી નીકળી હોય.

Leave a Comment