મહુવાના દંપતિને મળ્યો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ અને 20,000 રૂપિયા… આ રુપિયાની મદદથી કર્યું તેમણે જે કામ તે છે જાણવા જેવું

જીવનના ઘડતરમાં શિક્ષકનો સૌથી મોટો ફાળો હોય છે અને મહત્વ પણ હોય છે. યોગ્ય શિક્ષક જીવનમાં મળી જાય તો ભવિષ્ય સુધરી જાય છે. ઘણા શિક્ષકો એવા હોય છે જે પોતાનું જીવન બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવામાં સમર્પિત કરી દેતા હોય છે.

તાજેતરમાં જ શિક્ષક દિવસની ઉજવણી થઈ હતી. આ દિવસે ગુજરાતના કેટલાક શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પણ આપવામાં આવ્યો અને સન્માનિત કરવામાં આવ્યા.

આ યાદીમાં ભાવનગરના મહુવાના દંપતિને પણ આ એવોર્ડ મળ્યો હતો. અહીં એક શાળામાં ફરજ ફજાવતા શિક્ષક દંપતિને એવોર્ડ અને સન્માન પ્રાપ્ત થયું હતું. તેમનું નામ રમેશભાઈ બારડ અને શીતલબેન બારડ છે. આ દંપતિને એવોર્ડની સાથે 20,000ની રોકડ રકમ પણ ઈનામ તરીકે મળી. તેમણે 10,000 રૂપિયા તેની ઉપર ઉંમરી અને શાળામાં બાળકો માટે દાનમાં આપી દીધા.

તેમણે આ કામ એટલે કર્યું કે તેની મદદથી જરૂરીયાતમંદ બાળકો વધારે આગળ આવી શકે. આ પૈસાથી બાળકો માટે પુસ્તકો, રમકડાં ખરીદવામાં આવશે. આ દંપતિએ જે કામ કર્યું તેનાથી તેમના વખાણ ચારેતરફ થઈ રહ્યા છે અને સાથે જ સમગ્ર ભાવનગર જિલ્લાનું નામ રોશન થયું છે.

Leave a Comment