સમાજમાં જે રીતે ગુનાખોરીની ઘટનાઓ વધી રહી છે તેની સાથે પારિવારિક હિંસા ની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. આજના સમયમાં સંતાનો પોતાના માતા પિતા સાથે પણ માર જુડ કરવામાં વિચાર કરતા નથી. જય માતાજી બેટર પાટા બાંધીને સંતાનોને ઉછેર્યા હોય તે માતાનો જીવ લેવા પણ સંતાનો તૈયાર થઈ જાય છે.
તાજેતરમાં જ આવી એક ઘટના અમદાવાદ શહેરમાં બની હતી. અમદાવાદના ઇસનપુરમાં એક દીકરો, દીકરી અને પુત્ર વધુ પોતાની વૃદ્ધ માતા ને મારી નાખવા માટે તેના પર તૂટી પડ્યા હતા. વર્ષોથી ઇસનપુરમાં રહેતા દંપતીને સંતાનમાં એક દીકરો અને દીકરી હતા. મહિલાએ પોતાના બંને સંતાનોની બધી જરૂરિયાત પૂરી કરી અને તેમને મોટા કરી સક્ષમ બનાવ્યા. પરંતુ તેને એ વાતની ખબર ન હતી કે મોટા થયા પછી આ સંતાનો તેનો જ જીવ લેવા તૈયાર થશે.
માતાની જ્યારે ઉંમર થઈ અને વૃદ્ધાવસ્થા આવી ત્યારે તે પહેલાંની જેમ કામ કરવા માટે સક્ષમ ન રહી. તેમ છતાં તે ઘરના કામ કરતી રહેતી હતી. આટલું કર્યા છતાં પણ દીકરા દીકરી અને પુત્ર વધુને તેની માતા ભાર સમાન લાગવા લાગી. શરૂઆતમાં સંતાનો તેની માતા પર સંતાનો અત્યાચાર ગુજારતા. સંતાનોનો ક્લાસ આટલેથી અટક્યો નહીં અને એક દિવસ તેમને બધી જ હદ પાર કરી દીધી.
એક દિવસ સવારે માતા પૂજા પાઠ કરીને ઊભી થઈ તે દરમિયાન દીકરો ઘરમાં આવ્યો અને તેની માતાને અપ શબ્દો કહેવા લાગ્યો. તેણે તેની માતાને એવું કહી દીધું કે તને ભંગારના ભાવે પણ કોઈ લઇ એમ નથી. ખબર નહિ આ 75 કિલોનો ભંગાર ઘરમાંથી ક્યારે જશે…
દીકરાના મોઢેથી આવા શબ્દો સાંભળીને મહિલાને ખૂબ જ આઘાત લાગ્યો. મહિલાએ આવા તેના પતિને કરી અને કહ્યું કે તે દીકરાને સમજાવે. તો આ વાત ઉપર પણ દીકરો માતા પર તૂટી પડ્યો કે તેણે આ વાત પિતાને શા માટે કરી.
ત્યારબાદ તેનો પતિ પણ તેના પર જ ગુસ્સે થયો અને ગાળો બોલવા લાગ્યો. પતિ અને દીકરો ગુસ્સે થઈને મહિલાને માર મારવા લાગ્યા. માતાના અવાજ સાંભળીને દીકરી પણ રૂમમાંથી બહાર આવી. મહિલાને એવું થયું કે તેની દીકરી તેને બચાવશે.
પરંતુ દીકરી એ પણ ભાઈ અને પિતાનો સાથ આપ્યો અને માતા ને કહી દીધું તું આને જ લાયક છો. દીકરી પણ તેને માર મારવા લાગી. મનમાં લાગેલો આઘાત અને શરીર પર પડતો માર સહન ન થતા મહિલાએ બૂમાબૂમ કરી અને આસપાસના લોકો એકત્ર થઈ ગયા. થોડીવારમાં મહિલા બેભાન થઈ ગઈ અને પાડોશીઓએ 108 ને ફોન કરીને મહિલાને હોસ્પિટલ ખસેડી.
તેના પરિવારના સભ્યોએ તેની સાથે જે વર્તન કર્યું ત્યારબાદ મહિલા આઘાતમાં સરી ગઈ અને તેને કંટાળીને પોલીસ સ્ટેશનને આ અંગે ફરિયાદ દાખલ કરી.