રાજકોટ જિલ્લાના વાંકાનેરમાં માટેલ નામનું ગામ આવેલું છે. અહીં ભેખડો ઉપર માતા ખોડીયાર નું મંદિર છે. અહીં માતાની ચાર મૂર્તિઓ બિરાજે છે. અહીં ટીલુડી નું વૃક્ષ આવેલું છે અને પાણીનો એક ધરો પણ વહે છે.
ગમે એટલો ઉનાળો હોય પરંતુ આ મીઠા પાણીનો ધરો ક્યારેય ખૂટતો નથી. તેમાંથી અવિરત પાણી વહેતું રહે છે અને આંખો માટેલ ગામ આ ધરા નું જ પાણી પીવે છે. આ પાણી એકદમ ચોખ્ખું છે અને વર્ષોથી અવિરત વહી રહ્યું છે.
આ ધરા પાછળ એક પ્રાચીન કથા પણ પ્રચલિત છે. વર્ષો પહેલા અહીં રાજાનું રાજ હતું. પાણીના ધરા વિશે જ્યારે તેણે વાત સાંભળી તો તેને પણ નવાઈ લાગી. લોકવાયકા એવી પણ હતી કે ધરાની નીચે એક સોનાનું મંદિર આવેલું છે. રાજા ને ઉત્સુકતા થઈ અને તેણે પાણી ખેંચવાના સાધન મુકાવી અને ધરા નું પાણી ખેંચવાનું નક્કી કર્યું.
રાજા પાણી ખેંચતા ખેંચતા થાકી ગયો પણ ધરા નું પાણી ખૂટ્યું નહીં. રાજા પણ માતાજીનો પરચો સમજી ગયો. આધરાનું પાણી ત્યારથી અવિરત વહી રહ્યું છે અને તે મીઠું છે. આજ સુધી ગામમાં અહીં પાણીની તંગી થઈ નથી આખું ગામ આ ધરા નું પાણી પીવે છે.
અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. ભક્તો માટે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રહેવાની અને જમવાની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. અહીં આવતા ભક્તોને વિના મૂલ્ય જમવાનું પૂરું પાડવામાં આવે છે.