માતા-પિતાની સેવા કરવા દીકરીએ કર્યા નહીં લગ્ન પણ આ રીતે માતા બનવાની ઈચ્છા કરી પૂરી

આજના સમયમાં દરેક ક્ષેત્ર ટેકનોલોજી ની મદદથી હરણફાળ વિકાસયો છે. દરેક ક્ષેત્રમાં ટેકનોલોજી ના કારણે મુશ્કેલ કામ પણ સરળતાથી પૂરા થવા લાગ્યા છે. કહેવામાં એક મોટી સરાહનીય બાબત એ થાય છે કે સમાજમાં દિકરા અને દીકરીમાં કોઈ ભેદભાવ રહ્યો નથી.

આજે તમને સમાજમાં બનેલા એ કેવા જ કિસ્સા વિશે જણાવીએ જેમાં એક યુવતીએ પોતાની માતા પિતાની સેવા કરવા માટે લગ્ન ન કરવાનો નિર્ણય લીધો. જોકે પોતાના દિલની અંદર મમતાનો ભંડાર ભરેલો હતો તેથી તેણે પોતે માતા બનવાનું નક્કી કર્યું. 40 વર્ષની ડિમ્પલ દેસાઈ જે સુરતમાં રહે છે તેણે પોતાના માતા પિતાની સેવા કરવા માટે લગ્ન કર્યા નથી.

ડિમ્પલની એક મોટી બહેન પણ છે જે દુબઈમાં સ્થાયી થયેલી છે ડિમ્પલ માટે તેના માતા પિતાએ ઘણા યુવક જોયા પરંતુ યોગ્ય પાત્ર ન મળતા ડિમ્પલ એ નક્કી કર્યું કે તે પોતાના માતા પિતાની સાથે જ રહેશે અને તેમની સેવા કરશે.

જોકે દરેક સ્ત્રી માતૃત્વ જંગતી જ હોય છે તેવામાં 40 વર્ષની ઉંમરે ડીમ્પલ એ નક્કી કર્યું કે તે સંતાનને જન્મ આપશે. તેને આધુનિક ટેકનીકની મદદથી આઈવીએસ દ્વારા સિંગલ મધર બનવાનું નક્કી કર્યું. ડિમ્પલ એ આઈવીએફ ટ્રીટમેન્ટ દ્વારા જોડિયા બાળકોને જન્મ આપ્યા. સમાજમાં સિંગલ મધર તરીકે બે બાળકોનો ઉછેર કરવો પડકાર જનક રહી શકે પરંતુ તેના માતા પિતા અને બહેનના સપોર્ટ ના કારણે તેણે આ નિર્ણય લીધો અને બે સંતાનને જન્મ આપ્યો.

Leave a Comment