માતા મોગલ ને પ્રસન્ન કરવા હોય તો કરવો આ ઉપાય, મણીધર બાપુએ જણાવેલો છે આ ઉપાય

ભગવાન એક જ છે પરંતુ લોકો તેને અલગ અલગ સ્વરૂપમાં પોતાની શ્રદ્ધા અનુસાર પૂજે છે. જોકે માણસનો સ્વભાવ છે કે જ્યારે તેના જીવનમાં દુઃખ આવે ત્યારે જ તેને ભગવાન યાદ આવે છે. જોકે ભગવાન પણ પોતાના ભક્તોને દુઃખી રહેવા દેતા નથી અને તેના દુઃખ દૂર કરે છે. આવા જ છે માતા મોગલ પણ. માતા મોગલના ચટણે જે પણ વ્યક્તિ શ્રદ્ધાથી આવે તેની માનતા અચૂક પૂરી થાય છે.

આજે કારણ છે કે માતાના ભક્તો વિદેશમાં પણ સ્થાયી થયા છે. ભારતની વાત કરીએ તો કબરાવમાં માતાજી સાક્ષાત બિરાજે છે. આ ભૂમિ એટલી પવિત્ર અને ચમત્કારી છે કે અહીં કોઈપણ પ્રકારનો દાન સ્વીકારવામાં આવતું નથી અહીં ફક્ત અન્ન દાનનો જ સ્વીકાર કરવામાં આવે છે. જે પણ દાન મળે છે તેનો ઉપયોગ ભક્તોના ભોજન માટે કરવામાં આવે છે.

તાજેતરમાં જ મંદિરમાં 108 યજ્ઞ કુંડનું આયોજન કરવામાં આવ્યું હતું તે સમયે માતાજીની પણ પૂજા કરવામાં આવી હતી. આ તો કે જે ભક્તોએ યજ્ઞમાં હાજરી આપી હતી તેમને મણીધર બાપુએ સંબોધન કર્યું હતું અને માતાને પ્રસન્ન કરવાના ઉપાય જણાવ્યા હતા.

મણીધર બાપુ એ જણાવ્યું કે માતાને પ્રસન્ન કરવા હોય તો ઉપવાસ કરવાની જરૂર નથી. જે પણ વ્યક્તિ ગરીબોને કપડાં આપે છે અને ભૂખ્યાને ભોજન કરાવે છે તેના ઉપર માતા મોગલ હંમેશા પ્રસન્ન રહે છે.

આ ઉપરાંત મંગળવારના દિવસે ગરીબ બાળકોને ઘરે બોલાવીને પ્રેમથી જમાડવાથી પણ માતાના આશીર્વાદ મળે છે. આ ત્રણ કામ કરનાર વ્યક્તિ ઉપર માતાની કૃપાદ્રષ્ટિ હંમેશા બની રહે છે.

Leave a Comment