હાલ રાજ્યમાં જ્યાં જુઓ ત્યાં કમાભાઈ ના નામની ધૂમ છે. રાજ્યમાં કોઈ પણ ડાયરો એવો નહીં હોય જેમાં અકમા ભાઈનું નામ ન આવે અને કમાભાઈ તેમાં રોનક ન ચગાવે. ડાયરાની શાન હવે કમાભાઈ બનતા જાય છે. જોકે માત્ર ગુજરાતમાં જ કમાભાઈ ફેમસ છે એવું નથી વિદેશમાં પણ કમાભાઈ ના નામનો ડંકો વાગી ગયો છે.
તાજેતરમાં જ અમેરિકામાં એક ડાયરો થયો હતો જેમાં કમાભાઈએ ધૂમ મચાવી દીધી હતી. આ ડાયરો કિર્તીદાન ગઢવી નો હતો અને તેમાં કમાભાઈને ડોલર ભેટ તરીકે મળ્યા હતા. જોકે આ ડાયરામાં કમાભાઈ પોતે હાજર ન હતા પરંતુ તેમ છતાં તેમના નામની ધૂમ હતી.
અમેરિકામાં વસતા ગુજરાતી ભાઈઓએ કમાભાઈ ને યાદ કરીને તેમને ડોલરની ફેટ ભેટ આપી હતી. સાથે જ કમાભાઈ ને યાદ કરીને ઇનામની જાહેરાત પણ કરવામાં આવી હતી. ખાસ કરીને અમેરિકામાં રહેતા હરિભાઈએ કમાભાઈને 500 ડોલરની ભેટ આપી હતી.
ઉલ્લેખનીય છે કે કમાભાઈ માનસિક રીતે દિવ્યાંગ છે અને તેઓ કિર્તીદાન ગઢવી ના ડાયરામાં ડાન્સ કરતા પહેલીવાર જોવા મળ્યા હતા. તેમનાથી પ્રભાવિત થઈને કિર્તીદાન ગઢવીએ તેમને થોડા રૂપિયા ભેટમાં આપ્યા હતા. ત્યાર પછીથી તેમના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યા અને તેમની લોક ચાહના પણ વધી ગઈ છે. કમાભાઈ મૂળ કોઠારીયા ના વતની છે અને હવે તે કોઈ સેલિબ્રિટી જેવા બની ગયા છે.
ડાયરામાં છે મજાથી કમાભાઈ મોજ કરતા હોય છે તે જોઈને લોકો પણ ઉત્સાહમાં આવી જાય છે. કમાભાઈ નું સાચું નામ કમલેશ દલવાડી છે. તેઓ પરિવારમાં ત્રણ ભાઈઓમાં સૌથી નાના છે તેઓ માનસિક રીતે દિવ્યાંગ છે છતાં પણ તેમના માતા પિતાએ તેમનો ઉછેર સારી રીતે કર્યો છે તેઓ સ્વભાવે ધાર્મિક અને સેવાભાવી છે.