મુંબઈની આ મહિલાની માનતાને 101 ગણી સ્વીકારી માતા મોગલે, પતિ સાથે કબરાઉ ધામ પહોંચી માનતા પૂરી કરવા

કળિયુગમાં પણ માતા મોગલ હાજરાહજૂર છે. તેમનું નામ માત્ર લેવાથી પણ ભક્તોના દુઃખ દૂર થવા લાગે છે. આજ કારણ છે કે માતાના ભક્તોની સંખ્યા લાખોમાં છે. માતાના પરચા દેશ-વિદેશ સુધી લોકોને મળી ચૂક્યા છે. કચ્છના કબરાઉ ધામ ખાતે એવા ભક્તો પણ આવેલા છે જેમને 60 વર્ષ પછી પણ સંતાન સુખ પ્રાપ્ત થયું હોય.

તાજેતરમાં જ મુંબઈની એક મહિલા પોતાના પતિ સાથે કબરાઉ ધામ પોતાની માનતા પૂરી કરવા પહોંચી હતી. તેની માનતા પૂરી થતાં મહિલાએ મણીધર બાપુ સમક્ષ 32 હજાર રૂપિયા ધરાવ્યા. સાથે જ મહિલાએ જણાવ્યું કે માતા મોગલ એ તેની માનતા પૂરી કરી છે તેથી આ ભેટ સ્વીકારે. મણીધર બાપુ એ પૂછ્યું કે તેની માનતા શું હતી. મહિલાએ જણાવ્યું કે તેના પતિની તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી. તેણે અનેક જગ્યાએ દવાઓ કરાવી પણ પતિને કોઈ પણ રીતે સારું થતું ન હતું.

તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી તે દરમિયાન મહિલાએ માતા મોગલ ની માનતા રાખી કે જો તેના પતિની તબિયત સુધી જશે તો તે માતા મોગલ ના ચરણોમાં 32 હજાર રૂપિયા ધરાવશે. માતા મોગલ ના સ્મરણ સાથે જ ચમત્કાર થવાની શરૂઆત થઈ અને તેના પતિની તબિયત ધીરે ધીરે સુધરવા લાગી. થોડા જ દિવસોમાં તેના પતિ સ્વસ્થ જીવન જીવવા લાગ્યા.

પતિ ની તબિયત સુધરી જતા મહિલા પોતાના પરિવાર સાથે કચ્છના કબરાઉ ધામ પહોંચી અને માનતા અનુસાર 32 હજાર રૂપિયા ધરાવ્યા. આ સમગ્ર વાત સાંભળીને મણીધર બાપુએ કહ્યું કે આ કોઈ ચમત્કાર નથી પરંતુ તે મહિલાએ માતા મોગલ પર વિશ્વાસ રાખ્યો તેનું ફળ છે. સાથે જ તમને કહ્યું કે માતાએ તેની માનતા સ્વીકારી લીધી છે અને તેના ધરાવેલા 32 હજાર રૂપિયા પણ પરત કરી દીધા.

Leave a Comment