મેકેનિકલ એન્જિનિયર નોકરી કરવાને બદલે દીક્ષા લઈને બન્યા જ્ઞાન વત્સલ સ્વામી, જાણો શું હતું કારણ

જ્ઞાનવત્સલ સ્વામીને દરેક વ્યક્તિ ઓળખે છે. સોશિયલ મીડિયા પર તેમના મોટીવેશનલ વિડીયો ખૂબ જ પ્રખ્યાત છે. તેમને ફોલો કરનાર લોકોની સંખ્યા પણ લાખોમાં છે. જ્ઞાન વત્સલ સ્વામી સડસડાટ અંગ્રેજી પણ બોલે છે કારણ કે તેઓ ભણેલા ગણેલા વ્યક્તિ છે છતાં પણ સંત બન્યા છે

વર્ષ 1991 માં તેમણે મિકેનિકલ એન્જિનિયરિંગ નો અભ્યાસ પૂરો કર્યો હતો. અન્ય યુવાનોની જેમ તેમની ઈચ્છા પણ સારી નોકરી કરવાનું હતું પરંતુ અચાનક 1992 માં એવી ઘટના બની કે તેમણે દીક્ષા લીધી અને સંત બની ગયા. શું હતી આ ઘટના ચાલો જણાવીએ તમને પણ.

એક મુલાકાત દરમિયાન જ્ઞાનવત્સલ સ્વામી એ જણાવ્યું હતું કે તેઓ સ્વામિનારાયણ છાત્રાલયમાં રહીને મેકેનિકલ એન્જિનિયરિંગ નો અભ્યાસ કરતા હતા. તેમના છાત્રાલયમાં દર વર્ષે પ્રમુખસ્વામી મહારાજ આવતા હતા. આ સમય દરમિયાન પ્રમુખસ્વામી મહારાજના જીવનને ત્રણ વાતો તેમને ખૂબ જ પસંદ પડી. પહેલી વાત જીવનની પવિત્રતા, બીજી વાત સમાજ પ્રત્યે નિસ્વાર્થ સેવા ભાવના, ત્રીજી વાત સ્વામિનારાયણ ભગવાનમાં અતૂટ શ્રદ્ધા.

પ્રમુખસ્વામી મહારાજને જોઈને જ્ઞાનવત્સલ સ્વામીને થયું કે જીવન તો આવી રીતે જ જીવવું જોઈએ જેથી જીવન જીવવાનો આનંદ આવે. ત્યાર પછી જ્ઞાનવત્સલ સ્વામી એ 1992 માં દીક્ષા લઈ લીધી અને તેઓ સંત બની ગયા. તેમણે સમાજના યુવાનોને એક નવી રાહ ચિંતવાનું અને તેમને જગાડવાનો કામ શરૂ કર્યું.

Leave a Comment