મોટાભાઈની ચિતા ઠંડી પણ થઈ ન હતી ત્યાં દિયર સામે આવી ભાભીની કામલીલા અને પછી…

કલોલના છત્રાલમાંથી એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. અહીં એક પરિવાર ઉપર એક પછી એક બે વજ્રઘાત થયા. આ પરિવારની સામે એવા ખુલાસા થયા કે જેણે એક પરિવાર માળાને વેરવિખેર કરી નાખ્યો.

કલોલમાં રહેતા એક પરિવારના મોટા દીકરાએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને જીવન ટૂંક આવી લીધું હતું. પોલીસે આ મામલે આત્મહત્યાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી અને બીજી તરફ પરિવારે પોતાના મોટા દીકરાના અંતિમ સંસ્કાર કર્યા. પોતાના પતિ અવસાન થયા છતાં પણ પત્નીને જાણે તે વાતનો અફસોસ જ ન હોય તેમ તે ત્રીજા જ દિવસે પોતાના પિયર જતી રહી. પિયર ગયા પછી પણ તે પોતાના દિયરને વારંવાર ફોન કરતી અને આગ્રહ કરતી કે તેના પતિ નો ફોન તેને આપવામાં આવે.

પોતાના ભાઈના અંતિમ સંસ્કાર કરીને પરત ફરેલા ભાઈ પરથી દુઃખ ઓછું થયું ન હતું ત્યાં તો ભાભીએ ફોન માટે ધમપછાડા શરૂ કરી દીધા. ભાભી વારંવાર પોતાના ભાઈનો ફોન માંગતી હતી તે વાતને લઈને દિયરના મનમાં શંકા ગઈ.

તેવામાં એક દિવસ દિયરે પોતાના ભાઈનો ફોન લઈને તેને ચેક કર્યો. તેને ફોનમાં એવા વિડીયો રેકોર્ડિંગ મળી આવ્યા જેમાં તેની ભાભીની કામલીલા તેની સામે આવી. પોતાની ભાભી ને અન્ય પુરુષ સાથે મજા કરતી જોઈને તેને સમજમાં આવી ગયું કે તેના ભાઈએ પોતાની પત્નીની આ કામલીલાના કારણે જ જીવન ટૂંકાવ્યું છે. આ કારણે દિયરે પોતાની ભાભી અને તેને આ પ્રેમી વિરુદ્ધ પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો.

પોલીસને આપવામાં આવેલી જાણકારી અનુસાર. મૃતક અજયના લગ્ન ચાર વર્ષ પહેલાં કૃપાલી નામની યુવતી સાથે થયા હતા. લગ્નના થોડા સમય પછી જ કૃપાલી નું વર્તન બદલી ગયું. આ વાતથી અજય ખૂબ જ પરેશાન હતો. થોડા સમયમાં અજયને ખબર પડી ગઈ કે તેની પત્નીના સંબંધ કડી તાલુકાના નવદીપ શાહ નામના વ્યક્તિ સાથે છે. અજય માટે દુઃખદ વાત એ હતી કે કૃપાલી સાથે તેના લવ મેરેજ હતા તેમ છતાં લગ્ન પછી તેને અન્ય યુવક સાથે સંબંધ થયા. કેમ છતાં અજય કૃપાલી ને નવદીપ સાથે સંબંધો પૂરા કરી દેવા ઘણી વખત સમજાવી. પરંતુ કૃપાલીએ તેની વાત માની નહીં અને પોતાના અવેધ સંબંધો યથાવત રાખ્યા.

બીજી તરફ પરિવારની આબરૂ ના કારણે અજય આ વાત કોઈને કહી શક્યો નહીં અને અંદરને અંદર દુખી રહ્યો. જ્યારે તેની પત્ની કૃપાલીની હરકતો મર્યાદાઓ બહાર થઈ ગઈ ત્યારે છેલ્લી વખત તેણે પોતાના મિત્રને ફોન કરીને જણાવ્યું કે તે આ બધી ઘટનાઓથી ત્રાસી ગયો છે અને આ વાત જો જાહેર કરશે તો તેના પરિવારની આબરૂ જશે. તેથી તે હવે પોતાનું જીવન ટૂંકાવી લેશે. તેના મિત્રએ તેને ખૂબ સમજાવ્યો પણ તેનો મિત્ર તેના પરિવારને જાણ કરે અને કોઈ તેની પાસે પહોંચે તે પહેલા જ જઈએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. પોલીસે ફોનની તપાસ કરતા એમાંથી એવા પુરાવા પણ મળ્યા જેમાં કૃપાલી અને નવદીપ એ અજયને આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યો હોય.

Leave a Comment