માતા-પિતા વૃદ્ધ થાય ત્યારે તેનો સહારો સંતાનો બનતા હોય છે પરંતુ જો માતા-પિતાનો આ સહારો નાની ઉંમરમાં જ અકાળે છીનવાઈ જાય તો માતા-પિતા માટે જીવન જીવવું મુશ્કેલ થઈ જાય છે. આવી કરુણતા તાજેતરમાં અનેક પરિવાર સાથે બની જ્યારે મોરબીનો ઝુલતો પુલ અચાનક તૂટી ગયો.
મોરબીનો ઝુલતો પુલ તૂટી જતાં અનેક પરિવારે પોતાના વહાલ સોયા સંતાનો ગુમાવી દીધા. આ દુર્ઘટનામાં એક પિતાએ પોતાના ત્રણ પુત્રોને એકસાથ ગુમાવી દીધા જેના કારણે સમગ્ર વિસ્તારમાં મહત્તમ છવાઈ ગયો.
મોરબી દુર્ઘટનામાં વિષપરામાં રહેતા રાજેશભાઈ ના ત્રણ દીકરા જેનું નામ ધર્મેશ ચિરાગ અને ચેતન હતું તે ત્રણેયનું મોત થયું. રવિવારની રજા હોવાથી ત્રણેય ભાઈઓ સાથે મોરબીના ઝુલતા પોર પર પહોંચ્યા હતા. જ્યારે બોલ તૂટ્યો ત્યારે ત્રણેય ભાઈઓ પુલ ઉપર હતા અને આ દુર્ઘટનામાં તેઓ મોતને ભેટ્યા.
એક સાથે ત્રણેય ભાઈઓનું મોત થતાં પિતા અને માતા ઉપર આભ તૂટી પડ્યું. આ વાતની જાણ થતા જ પિતા તુરંત જ હોસ્પિટલ પહોંચ્યા જ્યાં તેમણે ત્રણેય દીકરાઓની ડેડબોડી જોઈ. પિતા ત્યાં ને ત્યાં આઘાતમાં સરી પડ્યા એક સાથે તેનું બધું જ લૂંટાઈ ગયું.
એક સાથે ત્રણ જુવાન દીકરાના મૃતદેહ જોયા નું દુઃખ કોઈ વ્યક્તિ સમજી ન શકે. પિતાએ બીજા દિવસે પોતાના ત્રણે દીકરાની અર્થીને કાંધ આપી આ દ્રશ્ય જોઈને આંખે આખું ગામ હિબકે ચડ્યું હતું.