યુવકને સપનામાં આવીને કાલભૈરવ એ કહ્યું ” 7 વર્ષ પહેલા મેં તને બચાવ્યો હતો હવે તું મને ધરતીમાંથી કાઢ ” યુવકે સપનામાં જોયેલી જગ્યાએ જોયું તો…

ભારતમાં ઘણા એવા પ્રાચીન મંદિરો છે જ્યાં ભગવાન સ્વયંભૂ પ્રગટ થયા હોય અને તેમની સ્થાપના કરવામાં આવી હોય. વ્યક્તિની શ્રદ્ધા અને આસ્થા જ્યારે ધર્મમાં હોય છે ત્યારે તેની સાથે ચમત્કાર પણ બનતા હોય છે. ઘણી વખત વ્યક્તિનો જીવ એવા જોખમમાં મુકાઈ જાય જ્યાંથી બચવું લગભગ અશક્ય હોય. પરંતુ તેવામાં કોઈ એવો ચમત્કાર થઈ જાય છે જેના કારણે વ્યક્તિનો જીવ બચી જાય. આવી સ્થિતિમાં ભગવાન પરની શ્રદ્ધા વધી જતી હોય છે.

ભગવાનની માયા અને આજ સુધી કોઈ જાણી શક્યું નથી. તે ક્યારે શું કરે તે કહી ન શકાય. આવી જ એક ઘટના અંકલેશ્વરના જુના દીવા ગામમાં એક યુવાન સાથે બની. આ યુવાનને સ્વપ્નમાં કાલભૈરવ આવ્યા હતા. સપનામાં યુવાનને કાલભૈરવ સ્વયં કહ્યું કે સાત વર્ષ પહેલા તેનો જીવ જોખમમાં મુકાયો ત્યારે તેમણે જ બચાવ્યો હતો. હવે સમી આવી ગયો છે કે યુવાન તેમને જમીનમાંથી બહાર કાઢે.

આ સપનું જોઈને યુવાન જાગી ગયો. તેને કાલભૈરવમાં શ્રદ્ધા હતી તેથી બીજા દિવસે સપનામાં જોયેલી જગ્યા પર તે પહોંચ્યો ત્યારે તેણે કાલભૈરવની નવી નકોર મૂર્તિ જોઈ. આ યુવાનને ખાડીમાંથી મૂર્તિ મળી આવી. યુવાન હાલ સુરતમાં રહે છે અને તેણે દાવો કર્યો છે કે છેલ્લા પાંચ વર્ષથી કારતક સુદ આઠમના દિવસે તેમને કાલભૈરવનું સપનું આવતું.

ત્યાર પછી યુવાન તેના ગામ પોતાના સ્વજનોને મળવા આવ્યો અને ફરીથી આ સપનું આવ્યું. તેને જગ્યા જાણીતી લાગી તેથી તે ગામમાં આ જગ્યા શોધવા લાગ્યો અને ત્યાં જ તેને મૂર્તિ પણ મળી આવી. આ મૂર્તિ જોવા માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. ત્યાર પછી ગામ લોકોએ અહીં મંદિર બનાવીને તેમાં સ્થાપના કરી દીધી ભગવાનની.

આ સમગ્ર ઘટના વિશે યુવાને તેના કાકાને કહ્યું હતું કે સાત વર્ષ પહેલા કમળની ગાંઠ કાઢવા માટે તે આ જગ્યાએ જતો હતો. એક દિવસ આ જગ્યા પર સાપ હતો પરંતુ તેના હુમલાથી તે બચી ગયો. આ રીતે તેનો જીવ સાત વર્ષ પહેલા માંડ માંડ બચ્યો હતો. ત્યાર પછી ઘણી વખત સપનામાં તેને મૂર્તિ દેખાતી પણ આજ સુધી તેને મૂર્તિ મળી નહીં. છેલ્લે ફરી એકવાર ભૈરવ દાદા એ તેને દર્શન આપ્યા અને પછી મૂર્તિ તેને મળી ગઈ.

Leave a Comment