રાજકોટ જિલ્લાના આ ગામમાં ખેતર વચ્ચે આવેલા ચમત્કારિક ઝાડને અડવાથી જીવનની સમસ્યા થઈ જાય છે દૂર, મોટી સંખ્યામાં લોકો રાખે છે અહીંની માનતા

ગુજરાતની ધરતી ઉપર ઘણા બધા ચમત્કારિક સ્થાન આવેલા છે. અહીં ભક્તો જ્યારે દર્શન કરવા જાય છે તો તેમને ચમત્કારની અનુભૂતિ થાય છે. લોકોના અનુભવના આધારે આવી જગ્યાઓ પ્રખ્યાત થતી હોય છે. આવી જ એક જગ્યા રાજકોટ જિલ્લામાં પણ આવેલી છે.

રાજકોટ જિલ્લાના એક ગામમાં ખેતરની વચ્ચે એક ચમત્કારિક ઝાડ આવેલું છે. લોકોની માન્યતા છે કે આ ઝાડના દર્શન કરી અને તેને સ્પર્શ કરવામાં આવે તો જીવનની કોઈપણ સમસ્યા હોય તો તે દૂર થઈ જાય છે. આ ઝાડ ચમત્કારી હોવાથી લોકો તેને જાણવા દાદા તરીકે બોલાવે છે. આ ચમત્કારિક ઝાડ રાજકોટ જિલ્લાના રાવણા ગામે આવેલું છે.

ગામના એક ખેતરમાં વચ્ચોવચ આ ઝાડ ઉગેલું છે જેના દર્શન કરવા દૂર દૂરથી લોકો આવે છે. લોકોનું કહેવું છે કે આ ઝાડને સ્પર્શ કરીને જે પણ માનતા રાખવામાં આવે તે પૂરી થાય છે.

સ્થાનિકોનું કહેવું છે કે અહીં આવેલા કોઈપણ ભક્ત પોતાની ઈચ્છા અધૂરી હોય તેવી રીતે પરત ગયા નથી અહીં દર્શન કરીને ઝાડને સ્પર્શ કરીને જે પણ ઈચ્છા રાખવામાં આવે તે અચૂક પૂરી થાય છે.

લોકો અહીં સંતાન પ્રાપ્તિથી લઈને લગ્ન થાય તે માટેની માનતા રાખે છે. ગામ લોકોનું પણ કહેવું છે કે અહીં ઘણા મોટા સંતો પણ દર્શન કરી ચૂક્યા છે. તેમને પણ આ ઝાડના ચમત્કારની અનુભૂતિ થઈ છે આ ઝાડને સ્પર્શ કરવાથી પણ જીવનની તકલીફો દૂર થઈ જાય છે.

Leave a Comment