ગુજરાતમાં અવારનવાર ડાયરાના કાર્યક્રમ થતા હોય છે. તેમાં પણ છેલ્લા કેટલાક મહિનાઓથી ડાયરાઓની રોનક કમાભાઇ થી વધી જાય છે. કમાભાઈ ડાયરા ના સેલિબ્રિટી બની ગયા છે. ગુજરાતના લોક ડાયરા એટલા લોકપ્રિય અને પ્રખ્યાત છે કે લોક કલાકારો વિદેશમાં પણ જાય છે.
તાજેતરમાં જ રાજુલા ખાતે રાજભા ગઢવી જીગ્નેશ કવિરાજ નું એક ડાયરો યોજાયો હતો. આ ડાયરામાં બંને કલાકારોએ રંગ જમાવ્યો જ હતો પરંતુ જ્યારે ડાયરામાં કમાભાઈએ એન્ટ્રી કરી ત્યારે ડાયરાની રોનક જ વધી ગઈ. કમાભાઈ ની જોરદાર એન્ટ્રી થતાં જ ડાયરાનો કાર્યક્રમ જમાવટમાં આવી ગયો. અમરેલીના રાજુલામાં યોજાયેલો આ ડાયરો ગાયોના લાભાર્થે યોજાયો હતો.
ડાયરાનું આયોજન ભાજપના પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી એ કર્યું હતું અને તેમાં રાજભા ગઢવી તેમજ ગુજરાતના ખ્યાતનામ કલાકારો જોડાયા હતા. સાથે જ ડાયરાને ચાર ચાંદ કમાભાઈએ લગાડી દીધા.
કમાભાઈ ની એન્ટ્રી જ્યારે સ્ટેજ ઉપર થઈ ત્યારે લોકો પણ ઉત્સાહમાં આવી ગયા અને ડાયરામાં રૂપિયાનો વરસાદ કરી દીધો. ડાયરામાં એટલા રૂપિયા વરસ્યા કે સ્ટેજ ઉપર રૂપિયાની ચાદર જ પથરાઈ ગઈ. કમાભાઈ ઉપર આ ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ થયો.
આ ડાયરામાં કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરે ₹1,01,000 નું દાન કર્યું હતું. આ કાર્યક્રમ નો વિડીયો રાજભા ગઢવીએ પોતાના instagram પર શેર કર્યો હતો. આ વિડીયો અનેક લોકો જોઈ ચૂક્યા છે અને ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે