આજે તમને ખૂબ જ વિચિત્ર ઘટના વિશે જણાવીએ. આ ઘટનામાં એક બાળક જેની ઉંમર 10 વર્ષ હતી તે એક દિવસ પોતાના ઘરના રૂમમાંથી ગાયબ થઈ ગયો. બાળક અચાનક રૂમમાંથી જ ગાયબ થઈ જતા માતા પિતા પર આભ તૂટી પડ્યું. આ બાળકનું નામ જેકબ હતું.
તેના પિતાએ ચાર વર્ષ પહેલાં નવું ઘર ભાડે રાખ્યું હતું અને પરિવાર જેમાં તેની પત્ની અને બે દીકરા નો સમાવેશ થાય છે તે ત્યાં ખુશીથી રહેતો હતો. પરંતુ તેમની ખુશીને અચાનક જ કોઈની નજર લાગી ગઈ હોય તેમ એક દિવસ સવારે તેમણે જોયું કે પરિવારના બધા જ લોકો જમવા માટે ટેબલ પર આવ્યા છે પણ દીકરો જેકબ આવ્યો નથી.
જેકબ ને બોલાવવા માટે તેની માતા રૂમમાં ગઈ પણ તે રૂમમાં ન હતો. તેમણે આખા ઘરમાં અને ઘરની આસપાસ પણ જોયું પણ દીકરો ક્યાંય મળ્યો નહીં તેથી માતા પિતાને લાગ્યું કે તેમનો દીકરો ગાયબ થઈ ગયો છે. બે કલાકની શોધખોડ પછી માતા પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી. લાંબા સમય સુધી તેની શોધખોળ કરી પરંતુ તે ક્યાંય મળ્યો નહીં.
આમ કરતા કરતા બે વર્ષનો સમય વીતી ગયો. ત્યાર પછી પરિવારના લોકો માનવા લાગ્યા કે જે કબ હવે આ દુનિયામાં રહ્યો નહીં હોય. તેમ છતાં તેના પિતાના મનમાં એક જ પ્રશ્ન હતો કે તે કેવી રીતે ગાયબ થઈ ગયો હશે. બે વર્ષનો સમય વીતી જતા તેના પરિવારે નક્કી કર્યું કે તેનો રૂમ સાફ કરીને તેની યાદોને દૂર કરવાનો પ્રયત્ન કરીએ. તેઓ રૂમ સાફ કરી રહ્યા હતા ત્યારે તેમણે કબાટની પાછળ કંઈક જોયું.
કબાટ ખસેડીને જોયો તો ત્યાં ટેપ લગાડેલી જોવા મળી. ડેન્યુઅલી તરત જ સ્ટેપ કાપી તો પાછળ એક અંધારીઓ રૂમ દેખાયો. તેના હોશ ક્યારે ઉડી ગયા જ્યારે તેણે પોતાના દીકરાનું ચપ્પલ ત્યાં જોયું. તેણે તુરંત જ હથોડી આવી જવા સાધનોથી દિવાલને તોડી. જેમ જેમ દીવાલ તૂટતી ગઈ ત્યાં જેકપની વસ્તુઓ મળવા લાગી. જ્યારે દિવાલ તોડી તો તેને જોયું કે આ રૂમ પાડોશીના ઘરમાં ખુલે છે.
તેણે તુરંત જ પાડોશીને પૂછ્યું કે તેનો દીકરો ક્યાં છે. તે ભોયરામાંથી જરૂર બન્યો હતો તેમાં કોમિક્સના ઢગલા વચ્ચે જેકબ બેઠો જોવા મળ્યો. તેના પિતા તેના દીકરાને લઈને બહાર આવે છે પરંતુ ત્યાં સુધીમાં તેના પાડોશી અને તેની પત્ની ગાયબ થઈ જાય છે આ મામલે તે પોતાના પાડોશી વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવે છે. પોલીસ બંનેની ધરપકડ કરે છે અને પૂછપરછ માં જાણવા મળે છે કે તે દંપત્તિને સંતાન ન હોવાથી તેણે આઠ વર્ષના જેકબનું ઘરમાં ભર્યું બનાવીને અપહરણ કરી લીધું હતું.