રેલવે સ્ટેશન પાસે 80 વર્ષની મહિલા મળી શંકાસ્પદ હાલતમાં, તપાસ કરી તો પોલીસ કર્મીઓના પણ ઉડી ગયા હોશ

આજના સમયમાં સંતાનો પોતાના માતા પિતાને ભાર સમજવા લાગે છે અને તેમને સાચવી શકતા નથી. ઘણા સંતાનો માતા પિતાને ઠોકર ખાવા રસ્તે રજડતા મૂકી દેતા હોય છે. પરંતુ ક્યારે માતા પિતા આવા સંતાનોને પણ અડધુંત કરતા નથી. તેઓ કોઈને પણ કંઈ પણ કહ્યા વિના બસ સહન કર્યા રાખે છે.

આવી જ એક ઘટના રાયબરેલી જિલ્લામાં બની હતી. અહીં એક 80 વર્ષની માતાએ તેના દીકરાએ તરછોડી દીધી. ત્યાર પછી માતા રસ્તે રજડતી અને રેલ્વે સ્ટેશન પર જીવન જીવવા લાગી હતી. રેલવે સ્ટેશન પર છેલ્લા કેટલાક દિવસથી 80 વર્ષની મહિલા રહસ્યમય રીતે જોવા મળતા પોલીસને પણ શંકા ગઈ.

પોલીસ જ્યારે વૃદ્ધ મહિલા પાસે પહોંચી અને તપાસ કરી તો જાણવા મળ્યું કે તેના દીકરાએ તેને ઘરમાંથી કાઢી મૂકી છે. મહિલાની વાત સાંભળીને પોલીસ કર્મચારીઓનું મન પણ ગમગીન થઈ ગયું. પોલીસ અધિકારીઓને એટલો ગુસ્સો આવ્યો કે તેણે મહિલાને કહ્યું કે આ કામ કરવા બદલ તેના દીકરાને તે જેલમાં મોકલી દેશે.

ત્યારે તે મહિલાએ કહી દીધું કે ના એમના દીકરાને જેલમાં ન મોકલો. સંતાનો ગમે તેવા હોય તો પણ માતા પોતાની મમતા ન છોડી શકે. પોલીસ કરમીએ તે મહિલાની થોડી મદદ કરી અને પછી તે મહિલા ઓવરબ્રિજ નીચે રેલવે ક્રોસિંગ પાસે રહેવા લાગી. આ મહિલાને બે દીકરા છે. છતાં કોઈપણ તેને રાખવા તૈયાર નથી અને તેને ખાવા પણ આપતા નહીં. બે મહિના પહેલા તેના દીકરા જ તેને રસ્તા પર રજડતી મૂકી ગયા.

પોલીસે સમગ્ર ઘટના વિશે જાણકારી મેળવી અને મહિલાને તેના ઘરના સરનામે પહોંચાડવામાં આવી. સાથે જ તેના દીકરાઓને તાકીદ કરવામાં આવી કે તે પોતાની માતાની સંભાળ રાખે.

Leave a Comment