લંડનની લાખો રૂપિયાની નોકરી છોડીને આ દીકરીએ ગુજરાતમાં શરૂ કરી ખેતી, હવે ગામડામાં કમાય છે લાખો રૂપિયા

આજના સમયમાં યુવાનો ભણી ગણીને વિદેશમાં નોકરી કરવા અને સ્થાયી થવાના સપના જોતા હોય છે. દર વર્ષે મોટી સંખ્યામાં ભારતમાંથી વિદ્યાર્થીઓ વિદેશ જતા હોય છે. તેવામાં પોરબંદર પંથકની એક યુવતીએ લંડન ની લાખો રૂપિયાની નોકરી કરતી હતી તેને છોડીને પોતાના વતન આવીને ખેતી કામ શરૂ કર્યું છે.

કેટલા રૂપિયા તે વિદેશમાં રહીને કમાતી હતી તેના કરતાં વધારે હાલ ગુજરાતમાં ખેતી અને પશુપાલન કરીને કમાઈ રહી છે. તેની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. સોશિયલ મીડિયા ઉપર તે એક સેલિબ્રિટી બની ચૂકી છે. આ યુવતી પોરબંદરના બેરણ ગામના વાડી વિસ્તારની છે. તેનું નામ ભારતી ખૂટ છે.

ભારતીય રાજકોટમાં રહીને સાયન્સ અને પછી એરહોસ્ટેસ નો કોર્સ કર્યો હતો. વર્ષ 2009 માં તેના લગ્ન રામદેવ ખૂટી નામના વ્યક્તિ સાથે થયા. આગળનો અભ્યાસ કરવા માટે બંને પતિ પત્ની 2010માં વિદેશ ગયા. અહીં 2014માં તેને દીકરાનો જન્મ થયો.

ત્યાર પછી બંનેને પોતાના માતા પિતાનો વિચાર આવ્યો અને તેઓ પરત આવી ગયા. પોતાના ગામડે આવીને બંને વિચાર કર્યો કે તેઓ પોતાની લકઝુરિયસ લાઈફ છોડીને આવ્યા છે પણ તે અહીં ખેતી કરીને એક નવી શરૂઆત કરશે.

અત્યાર સુધી ક્યારે તેમણે ખેતરમાં પગ પણ મૂક્યો ન હતો પરંતુ વિદેશથી પરત આવીને બનાવીએ ખેતી અને પશુપાલન વિશે જાણકારી મેળવી અને પોતાના વતનમાં તેની શરૂઆત કરી. તેમણે ઓર્ગેનિક ખેતી અને દૂધનો ધંધો શરૂ કર્યો. આજે તેઓ વિદેશમાં કમાતા હતા તેના કરતાં પણ વધારે રૂપિયાની કમાણી કરે છે.

Leave a Comment