લગ્ન જીવન પછી પતિ પત્નીની ઈચ્છા હોય કે તેને સંતાન પ્રાપ્તિ થાય અને તેનો પરિવાર સંપૂર્ણ બને. પરંતુ ઘણા લોકો એવા હોય છે જેના લગ્નને વર્ષો વીતી જાય તેમ છતાં તેમને સંતાન સુખ પ્રાપ્ત થતું નથી. થોડા સમય પછી દંપત્તિ પણ એ વાત સ્વીકારી લે છે કે તેમના જીવનમાં સંતાન સુખ નહીં હોય. તેવામાં કોઈ કલ્પના પણ કરી ન શકે કે લગ્નના 54 વર્ષ પછી કોઈ દંપત્તિને સંતાન સુખ પ્રાપ્ત થાય.
પરંતુ આવું સત્ય બન્યુ છે રાજસ્થાનના અલવરમાં. અહીં એક દંપત્તિ લગ્નના 54 વર્ષ પછી માતા-પિતા બન્યા છે. દંપત્તિમાં માતાની ઉંમર 70 વર્ષની છે જેણે એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો છે અને પિતાની ઉંમર 75 વર્ષની છે. તેમના 54 વર્ષના લગ્ન જીવન પછી આ તેમનું પહેલું સંતાન છે.
રાજસ્થાનનું આ પહેલો કિસ્સો છે જેમાં આટલી મોટી ઉંમરે મહિલાને દીકરાનો જન્મ આપ્યો હોય. દંપતીને આઇવીએફ પદ્ધતિ દ્વારા સંતાન નો જન્મ થયો છે. આઈવીએસ દ્વારા દેશ અને દુનિયામાં ઘણા વૃદ્ધ દંપત્તિઓ સંતાનના માતા-પિતા બન્યા છે. આદંપત્તિમાં 75 વર્ષીય પિતા સેનામાં કામ કરતા હતા. સેનામાં ફરજ બજાવતા દરમિયાન તેમને પગમાં ગોળી વાગી હતી. લગ્નજીવનને 54 વર્ષ થયા છતાં તેમની સંતાન હતું નહીં.
જોકે આટલી મોટી ઉંમરે સંતાન પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે તેવા દંપત્તિ પણ ઓછા હોય છે. તેમાં 70 વર્ષની મહિલા આઇવીએસ માટે તૈયાર થઈ અને સફળ આઇવીએફ ટ્રીટમેન્ટ દ્વારા ત્રણેય ત્રણ કિલોના દીકરાને જન્મ આપ્યો. મહિલાનું નામ ચંદ્રવતી છે અને તેણે 9 મહિના બાદ સ્વસ્થ સંતાનને જન્મ આપ્યો.
આઈવીએસ ટ્રીટમેન્ટ કે પછી ટેસ્ટ ટ્યુબ બેબી ટ્રીટમેન્ટ ભારતમાં પણ હવે પ્રચલિત થઈ ગઈ છે પરંતુ સૌથી પહેલી વખત ટેસ્ટ ટ્યુબ બેબી પદ્ધતિનો ઉપયોગ ઇંગ્લેન્ડમાં 1978 માં કરવામાં આવ્યો હતો. જોકે હવે આઈવીએફ માટે પણ સરકારી કાયદો બનાવી દીધો છે કે 50 વર્ષથી વધુની મહિલા આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને માતા બની શકે નહીં.