શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર પડતી નથી. લોકો અલગ અલગ દેવી દેવતામાં શ્રદ્ધા ધરાવતા હોય છે અને તેમની આસ્થા ભગવાન પ્રત્યે અટુટ હોય છે. ભારતમાં મોટાભાગના લોકો ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવતા જોવા મળે છે. આજ કારણ છે કે ભારતભરમાં નાના-મોટા અનેક મંદિરો આવેલા છે. મંદિર નાનું હોય કે મોટું તેની સાથે જોડાયેલી ભક્તોની શ્રદ્ધા સૌથી મોટી હોય છે.
આવું જ એક ચમત્કારિક મંદિર અમદાવાદ થી 18 કિલોમીટર દૂર સાણંદ તાલુકાના જાપા ગામમાં આવેલું છે. અત્યાર સુધીમાં તમે એવા મંદિરો વિશે જાણ્યું હશે જેમાં ભગવાન કે માતાજી સ્થાપિત હોય. પરંતુ આ મંદિરમાં ચુડેલ ની સ્થાપના કરવામાં આવી છે અને આ મંદિરને ચુડેલ માતાજીનું મંદિર જ કહેવાય છે. જાણીને નવાઈ લાગશે પરંતુ હકીકતમાં અહીં ચુડેલ માતાજીની પૂજા થાય છે.
આ મંદિરમાં મોટી સંખ્યામાં એવા લોકો દર્શન કરવા આવે છે જેમના લગ્ન નક્કી ન થતા હોય અથવા તો સંતાન પ્રાપ્તિ ન થતી હોય. લોકોમાં માન્યતા છે કે આ મંદિરે દર્શન કરીને માનતા રાખવાથી લગ્ન ઝડપથી થાય છે અને નિઃસંતાન દંપતીને સંતાન પ્રાપ્ત થાય છે.
આ મંદિરના ઇતિહાસ વિશે વાત કરીએ તો જે જગ્યાએ જે ઝાડની નીચે મંદિર આવેલું છે તે જગ્યા ની આસપાસ દિવસે પણ જતા લોકોને ડર લાગતો. આ વાત વર્ષો પહેલાંની છે જ્યારે લોકો માનતા કે આ વિસ્તારમાં ભૂત થાય છે. આ બધી જ લોકવાયકા ની વચ્ચે એક દિવસ એક વ્યક્તિ ઝાડની નજીક ગયો. તેણે ચુડેલને પોતાની બહેન બનાવીને આહવાન કર્યું અને પછી તેનું મંદિર પણ બંધાવ્યું.
મંદિર બન્યા પછી લોકોની અંદરથી ડરતું થવા લાગ્યો અને લોકો પણ ચુડેલને ફઈબા તરીકે બોલાવીને પૂજા કરવા લાગ્યા. એવું પણ કહેવાય છે કે જે માતાજીને અહીં ચુડેલમાં તરીકે ઉજવવામાં આવે છે તેનું સાચું નામ દેવડબા હતું. તેઓ જુના જામફળ ગામના વતની હતા તે 15 વર્ષના હતા ત્યારે ગામમાં દુકાળ પડ્યો.
ત્યારે તેમણે જાત્રા કરવાની વાત કરી અને તેના માટે રવાના થતા પહેલા કંકુ લાવવાનું કહ્યું. તેઓ કંકુ લેવા ગયા ત્યારે એક કાળો નાગ દેખાડો પણ નાની ઉંમર છતાં પણ તેઓ ડર્યા નહીં અને નાગને પગથી દબાવી દીધો. આ દ્રશ્ય બધા જોતા રહી ગયા
ત્યાર પછી એક દિવસ સીમમાં બે આખલા બાંધતા હતા તેને જોઈને મોટા લોકો પણ ડરીને ભાગવા લાગ્યા પરંતુ 15 વર્ષની નાની ઉંમરે બાદ આખલા પાસે પહોંચ્યા અને શિંગડું પકડીને તેને પછાડી દીધો. ત્યારથી લોકો તેમને ચુડેલમાં તરીકે પૂજવા લાગ્યા અને અહીં પોતાની મનોકામના પૂર્તિ માટે માનતા રાખવા લાગ્યા.
આ મંદિરમાં લોકો લગ્ન ઝડપથી થાય તે માટે અને સંતાન પ્રાપ્તિ માટે માનતા રાખે છે જ્યારે માનતા પૂરી થાય ત્યારે લોકો પોતાના બાળકોના ફોટા અહીં ચડાવે છે અને કેટલાક લોકો સાડી અને શણગાર ચડાવે છે.