લીમડી હાઇવે પરથી પતિ પત્ની બેઠા ભાડાની કારમાં, ઘરમાં સવાર લોકોએ મહિલાને બેભાન કરી અને…

ઘણી વખત એવું થાય છે કે જ્યારે બહારગામ જવાની ઉતાવળ હોય તો લોકો બસને બદલે હાઇવે પરથી કારમાં મુસાફરી કરી લેતા હોય છે. હાઈવે પરથી અલગ અલગ ભાડાની કારમાં મુસાફરોને બેસાડવામાં પણ આવે છે. જોકે આ પ્રકારે અજાણી કારમાં બેસવાથી મુસાફરો ઘણી વખત મુસીબતમાં મુકાઈ જાય છે. આવી જ ઘટના સુરેન્દ્રનગર લીંબડી હાઇવે ઉપર પતિ પત્ની સાથે બની હતી.

લીમડી તાલુકાના દોલતપુર ગામમાં રહેતા દિલીપભાઈ અને તેની પત્ની બબુબેનને જૂની મોરવાડ ગામે જવું હતું. લીમડી હાઈવે પરથી કાર અને બસ સરળતાથી મળી જતા હોવાથી બંને હાઇવે પર પહોંચી ગયા. તેવું મોરવાડ છતાં વાહનની તપાસ કરવા લાગ્યા. તેવામાં એક સફેદ રંગની કાર આવી.

આકાર ની અંદર ડ્રાઇવર અને પાછળની સીટમાં બે પુરુષો અને એક મહિલા પહેલાથી જ સવાર હતી. પતિ પત્નીને લાગ્યું કે મુસાફર હોવાથી કાર ઝડપથી ઉપડી જશે તેથી તેઓ પણ આ કારમાં બેસી ગયા.

લીમડી હાઇવે પરથી પતિ પત્ની આ કારમાં બેસીને મોરવાડ ગામે જઈ રહ્યા હતા. તેવામાં તેમની સીટની પાછળ બેઠેલા એક વ્યક્તિએ કપડામાં કોઈ દવા નાખીને બબુબેન પાસે રાખ્યું. જેના કારણે બબુબેન ને ચક્કર આવવા લાગ્યા અને બેભાન થવા લાગ્યા. બાબુભાઈ ને તુરંત જ પોતાના પતિને જણાવ્યું કે તેની તબિયત બગડી રહી છે.

તેમણે કારક ઉભી રખાવી અને બબુબેન ને નીચે ઉતાર્યા. જ્યારે પતિ પત્ની કારમાંથી નીચે ઉતારીયા કે તુરંત જ ડ્રાઇવર એ કાર ચાલુ કરી ત્યાંથી રવાના થઈ ગયા. બબુબેન નો અને તેમના પતિના થેલા અને કીમતી સામાન કારમાં જ રહી ગયો. તેમના થેલામાં રૂપિયા તેમજ સોનાના દાગીના પણ હતા.

જોકે આવી ઘટના પહેલી વખત બની નથી આ પ્રકારે સુરતમાં પણ ઘટનાઓ બની ચુકી છે. ભાડાની કારમાં સવાર થનાર એક વડીલને પાન મસાલામાં કેફી દ્રવ્યો ખવડાવીને બેભાન કરી દેવામાં આવ્યા હતા ત્યાર પછી તેમના થેલામાંથી રોકડ તેમજ સોના ચાંદીના દાગીના લઈને ચોર ફરાર થઈ ગયા હતા. લીમડી હાઇવે પર પણ આ ઘટના બનતા તુરંત જ પતિ પત્ની લીમડી પોલીસ મથક પહોંચી ગયા અને કારના ડ્રાઇવર તેમજ પાછળ બેઠેલા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.

Leave a Comment