લોકપ્રિય ગાયક કલાકાર કાજલ મહેરીયા જીવે છે વૈભવી જીવન, જુઓ કેટલીક તસવીરો

દેશ-વિદેશમાં પ્રખ્યાત થયા હોય તેવા લોક ગાયકોના નામમાં કાજલ મહેરીયા પણ આવે છે. મહેસાણા જિલ્લાના વતની એવા કાજલબેન સંઘર્ષ કરીને આગળ આવ્યા છે. જોકે આજે તેઓ લાખો લોકોના દિલ પર રાજ કરે છે. ગરીબ પરિવારમાંથી આવતા કાજલબેન હવે વૈભવી જીવન જીવે છે. તેઓ વિદેશમાં કાર્યક્રમ કરવા પણ જાય છે અને તેમાં લાખોની ભીડ ઉમટે છે.

સામાન્ય ખેડૂત કુટુંબમાં જન્મેલા કાજલબેન એ સંઘર્ષ કરીને પોતાના દમ ઉપર આજે બધું જ પ્રાપ્ત કર્યું છે. તમને ગુજરાતી સિંહણ તરીકે પણ ઓળખવામાં આવે છે કાજલબેન એ ગુજરાતી મ્યુઝિક ની સાથે હિન્દી ગીતો તેમજ રાસ અને સ્ટેજ પ્રોગ્રામ પણ કર્યા છે જેમાં તેને ખૂબ જ લોકપ્રિયતા મળી છે.

જ્યારે સ્ટેજ ઉપર તેઓ ગીત ગાતા હોય ત્યારે લોકોની નજર તેમના પરથી હટતી નથી. સોશિયલ મીડિયા પર પણ તે એક્ટિવ છે અને તેને લાખો લોકો ફોલો કરે છે. તેમના ગીતો ને 20 મિલિયન કરતા પણ વધુ ફ્યુઝ મળે છે.

તેમના ગીત અને આલ્બમની તેમના ફેન્સ આતુરતાથી રાહ જોતા હોય છે. તેમને નાનપણથી જ ગીત ગાવાનું શોખ હતો. જ્યારે પણ સ્કૂલમાં કાર્યક્રમ હોય ત્યારે તે ગીત ગાવામાં ભાગ લેતા. ગીત ગાવાની ટેલેન્ટ ધીરે ધીરે ડેવલપ થઈ અને વર્ષ 2004 માં જીગ્નેશ કવિરાજ સાથે તેણે પહેલી વખત ગીત ગાયા.

ત્યાર પછી તેમના અલગ અલગ આલ્બમ બહાર આવ્યા અને તેમને લોકપ્રિયતા પ્રાપ્ત થઈ. વર્ષ 2015માં તેઓ મોઢેરામાં કાર્યક્રમ કરવા ગયા હતા. ત્યારથી તેઓ ભારે ચર્ચામાં આવ્યા કારણ કે તેમણે ગાયેલું ગીત સૌથી વધુ લોકપ્રિય બન્યું. તેમણે 700 થી વધારે આલ્બમમાં કંઠ આપ્યો છે.

Leave a Comment