વર્ષોથી પરિવારમાં ન હતું સંતાન, માતા મોગલ ની માનતા રાખ્યા પછી ઘરે થયો દીકરાનો જન્મ

ગુજરાતમાં માતા મોગલના કુલ ચારધામ છે. આ ચારે ધામમાં માતા મોગલ ના ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા જતા હોય છે. ભક્તોને માતા મોગલ હાજરા હજૂર હોય તેવા પરચા અનેકવાર મળી ચૂક્યા છે.

માતા મોગલ ના ચરણે જે પણ ભક્ત આવે છે તેના જીવનમાંથી દુઃખ દૂર થવા લાગે છે. જે પણ ભક્તો માતા મોગલ નું નામ શ્રદ્ધાથી લે છે તેનું જીવન માતા ખુશીઓથી ભરી દે છે અને તેના મનની ઈચ્છાઓ પૂરી કરે છે.

આજે કારણ છે કે માતા મોગલ ના મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો જોવા મળે છે. એવા પણ અનેક પરચા માતાએ આપ્યા છે જ્યાં વર્ષોથી પરિવારને સંતાને સુખ પ્રાપ્ત ન થયું હોય પણ માતા મોગલ ની માનતા રાખ્યા ના થોડા જ સમયમાં સંતાન સુખ પ્રાપ્ત થાય.

આવું જ એક પરિવાર કબરાઉધામ આવ્યો હતો. તે પોતાના પુત્ર સાથે માતા મોગલના દર્શન કરવા આવ્યા હતા. પરિવારમાં વર્ષોથી સંતાન સુખ ન હતું તેથી તેમણે માતા મોગલ માં વિશ્વાસ રાખી તેમને યાદ કર્યા અને માનતા રાખી. થોડા જ સમયમાં પરિવારમાં પુત્ર નો જન્મ થયો. પુત્ર થોડો મોટો થયો એટલે માતા પિતા તેને લઈને કબરાઉ માતા મોગલના દર્શન કરવા આવ્યા

પરિવાર એ માતાના આશીર્વાદ લીધા અને મણીધર બાપુને મળીને તેમને 2100 રૂપિયા આપ્યા. મણીધર બાપુએ તે રૂપિયાની ઉપર 20 રૂપિયા ઉમેરીને પરિવારને પાછા આપી દીધા અને કહ્યું કે માતા પર વિશ્વાસ રાખવો એ જરૂરી છે મંદિરમાં દાન કરવું નહીં.

Leave a Comment