વલસાડનું ભીડભંજન હનુમાન મંદિર છે ખૂબ જ ખાસ, છેલ્લા 22 વર્ષથી ગરીબ દર્દીઓ માટે ચાલે છે આ અનોખી સેવા…

આ દુનિયામાં સૌથી મોટું દાન અન્નદાન છે. ભૂખ્યાને ભોજન કરાવવું એ સૌથી મોટું પુણ્ય છે. જ્યારે પણ કોઈ ભૂખ્યો વ્યક્તિ મળે તો તેની આંતરડી ઠારવાથી અનેક ગણું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. આજે તમને આવું જ પુણ્ય કાર્ય કરતી એક અનોખી જગ્યા વિશે જાણકારી આપીએ.

આ જગ્યા અન્ય કોઈ નહીં પરંતુ હનુમાન દાદા નું મંદિર છે. આમ તો ઘણા મંદિરોમાં અન્ન ક્ષેત્ર ચાલતા હોય છે જ્યાં શ્રદ્ધાળુઓને ભોજન કરવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. પરંતુ વલસાડમાં આવેલું ભીડભંજન હનુમાન દાદા નું મંદિર બધાથી અલગ છે. કારણ કે અહીં વર્ષોથી ગરીબ દર્દીઓ માટે અન્નની વ્યવસ્થા કરવામાં આવે છે. આ મંદિરમાં હનુમાન દાદા હાજરાહજૂર હોવાના પરચા અનેક ભક્તોને મળી ચૂક્યા છે. અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટે છે.

આ મંદિર ખાતે છેલ્લા 22 વર્ષથી ટિફિન સેવા કરવામાં આવે છે. મંદિર હજારો ગરીબ લોકોની આતરડી ઠારે છે. આ સિવાયની શરૂઆત વર્ષ 2000 થી થઈ હતી. મંદિરના ટ્રસ્ટીએ અનુભવ્યું કે વલસાડ આજુબાજુના નાનકડા ગામમાંથી લોકો અહીં સારવાર લેવા માટે આવતા હોય છે. વલસાડમાં સારવાર લેવા માટે આવતા ગરીબો માટે અહીં ટિફિન સર્વિસ શરૂ કરવામાં આવી.

જ્યારે દર્દી વલસાડમાં આવે છે ત્યારે ખાવા પીવાની ખૂબ જ તકલીફ પડે છે વળી કેટલાક લોકો આર્થિક રીતે નબળા હોવાથી તેઓ બહાર સારું ભોજન કરી શકતા નથી. તેવામાં દર્દી નારાયણની અન્નની સેવા કરવા માટે ભીડભંજન મંદિરના ટ્રસ્ટીઓએ નક્કી કર્યું. તે વર્ષથી વલસાડમાં સારવાર કરવા માટે આવતા ગરીબ દર્દીઓ માટે ટિફિન બનાવવાની શરૂઆત કરવામાં આવી.

મંદિર તરફથી આ સેવા શરૂ કરવામાં આવી તેને 22 વર્ષ થઈ ચૂક્યા છે અને હજુ પણ આ સેવા અવિરૃત ચાલુ છે. અહીંથી માત ભોજન માત્ર દર્દીઓ માટે જ નહીં પરંતુ તેની સાથે આવેલા પરિવારજનોને પણ આપવામાં આવે છે. સૌથી મહત્વની વાત છે કે દર્દીઓ માટે બનતું ભોજન એકદમ ફ્રી આપવામાં આવે છે એટલે કે તેનો એક પણ રૂપિયો તેના પરિવારના લોકો પાસેથી પણ લેવામાં આવતો નથી.

વલસાડ ખાતે જે પણ દર્દી સારવાર માટે આવે છે તેઓ મંદિરમાંથી ટિફિન લઈ જઈ શકે છે. અત્યાર સુધીમાં અહીંના પ્રસાદી ભોજનોના લાભ હજારો ભક્તો લઈ ચૂક્યા છે.

Leave a Comment