આપણા દેશમાં એક એવી જગ્યા છે જ્યાં દીકરીઓના લગ્ન વાંદરાઓના કારણે થતા નથી અને આ ગામની છોકરીઓ કુંવારી રહી જાય છે. પહેલાનો સમય હતો જ્યારે લગ્નમાં ચોર અને લુંટારા ત્રાટકતા જેના કારણે લોકો લગ્ન કરવાથી ડરતા હતા પરંતુ આ ગામમાં વાંદરાની સંખ્યા ના કારણે લોકો લગ્ન કરવાની ના કહી દે છે.
અહીંના વાંદરા એટલી હદે તોફાની અને લુંટારા છે કે આ ગામમાં કોઈપણ વ્યક્તિ લગ્ન કરવાની ના કહી દે છે. આ ગામ આવેલું છે બિહારના પટનાથી 75 કિલોમીટર દૂર ભોજપુરમાં. આ ગામનું નામ રતનપુર છે. અહીં વાંદરાનું આતંક એટલો બધો વધી ગયો છે કે લોકો હવે તેનાથી પરેશાન થઈ ગયા છે અને છોકરાવાળા છોકરીઓ સાથે લગ્ન કરવાની પણ ના કહી દે છે.
વાંદરાઓના કારણે લોકો અહીં જાન લઈને લગ્ન કરવા આવવા માટે ડરે છે. અહીં વાંદરા ખૂબ જ હિંસક બની જતા હોય છે તેથી આ ગામ પણ તેમની હરકતોના કારણે પ્રખ્યાત થઈ ગયું છે. એક વખત આ ગામમાં એક જાન આવી હતી લોકો જાનમાં નાચવા ગામમાં મશગુલ હતા. તે દરમિયાન જ વાંદરા ના ટોળાએ તેની પર હુમલો કરી દીધો અને લોકોને લોહી લુહાણ કરી નાખ્યા.
સાત વર્ષ પહેલા અહીં એક ઘરમાં બેન્ડબાજા સાથે સરઘસ નીકળ્યું હતું. તેનાથી ભડકીને વાંદરા ના ટોળાએ તેના પર હુમલો કરી દીધો અને લોકોને ઘાયલ કરી નાખ્યા. આવી ઘટનાઓના કારણે હવે લોકો અહીં લગ્ન કરવા આવવા માટે તૈયાર નથી.